IPL Auction 2021: ક્રિસ મોરિસ 16.25 કરોડ સાથે સૌથી મોંઘા ખેલાડી બની ગયા
IPL Auction 2021: ક્રિસ મોરિસ 16.25 કરોડ સાથે સૌથી મોંઘા ખેલાડી બની ગયા
આઈપીએલની 14મી સિઝનનો આજે આગાઝ થઈ ગયો છે, મિની ઑક્શનમાં રોમાંચક બોલીઓ લાગી રહી છે, મેક્સવેલન પર 14.20 કરોડની બોલી લાગી જ્યારે ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. રાજસ્થાન રોયલ્સે ક્રિસ મોરિસને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આની સાથે જ ક્રિસ મોરિસે યુવરાજ સિંહનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. નોંધનીય છે કે યુવરાજ સિંહને 2015માં 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે આઈપીએલ 2015ની હરાજીમાં ઈતિહાસ રચ્યો હતો. યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આઈપીએલના ઈતિહાસમાં સૌતી મોંઘો વેચાનાર કેલાડી છે. એ સિઝનમાં યુવરાજ કંઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો. તે 14 મેચમાં 19ની એવરેજથી માત્ર 248 રન જ બનાવી શક્યો હતો. ફ્રેંચાઈઝીએ યુવરાજની 2016ની સિઝન પહેલાં રિલીઝ કરી દીધો હતો.
પાછલા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સે 15.5 કરોડ રૂપિયામાં પેટ કમિંસને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા આની સાથે જ પેટ કમિંસ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો અને મોરિસે આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
આઈપીએલના પાંચ સૌથી મોંઘા ખેલાડી
- ક્રિસ મોરિસ 16.25 કરોડ રૂપિયા (રાજસ્થાન રોયલ્સ) 2021
- યુવરાજ સિંહ 16 કરોડ (દિલ્હી કેપિટલ્સ) 2015
- પેટ કમિંસ 15.5 કરોડ રૂપિયા (કેકેઆર) 2020
- ગ્લેન મેક્સવેલ 14.25 કરોડ રૂપિયા (આરસીબી) 2021
- યુવરાજ સિંહ 14 કરોડ રૂપિયા (આરસીબી) 2014












Click it and Unblock the Notifications
