IPL Retentions 2025 : આ ખેલાડીઓને ક્યારેય રિલીઝ નથી કરાયા, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
IPL Mega Auction 2025 : આઈપીએલ 25 પહેલા મેગા ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. આ મેગા ઓક્શન પહેલા ખેલાડીઓના રિટેન્શનને લઈને સતત સવાલ ઉઠી રહ્યાં છે.
દિવાળીના દિવસે 31 ઓક્ટોબરે રિટેન ખેલાડીઓની યાદી જાહેર થવા જઈ રહી છે. આ સિવાયના ખેલાડીઓની મેગા ઓક્શનમાં બોલી લાગશે.

આજે આપણે કેટલાક એવા ખેલાડીઓની વાત કરવાના છીએ જે ખેલાડીઓને ક્યારેય રિલીઝ નથી કરાયા. આ ખેલાડીઓ ફ્રેન્ચાઈઝીના ફેવરીટ રહ્યાં છે.
સચિન તેંડુલકર
સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. 2008 થી 2013 સુધી તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. 2013માં આઈપીએલ ટાઈટલ જીત્યા બાદ સચિને આઈપીએલમાંથી સંન્યાસ લઈ લીધોપરંતુ તે ટીમ સાથે મેન્ટર તરીકે છે.
એમએસ ધોની
એમએસ ધોનીને વર્ષ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો અને ત્યારથી તે ચેન્નાઈનો ભાગ છે. ધોનીએ તેની કપ્તાની હેઠળ ચેન્નાઈને પાંચ IPL જીત અપાવી અને ટીમ માટે તમામ 15 સિઝન રમનાર એકમાત્ર ખેલાડી છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલીની IPL સફર 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી શરૂ થઈ હતી. તેના રેકોર્ડ કારનામા અને જબરદસ્ત પ્રદર્શને તેને RCB સ્ટાર બનાવ્યો છે. જો કે કોહલી હજુ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટ્રોફી જીતી શક્યો નથી, પરંતુ તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત રહી છે.
રિષભ પંત
દિલ્હી કેપિટલ્સે વર્ષ 2016માં રિષભ પંતને ખરીદ્યો હતો. પંત તેના ડેબ્યૂથી જ ટીમની મોટી તાકાત છે. તેણે ટીમ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. આ સિવાય તેની વિસ્ફોટક બેટિંગ અને કેપ્ટનશિપે ફ્રેન્ચાઈઝીના ઈતિહાસમાં તેનું નામ અંકિત કર્યું છે.
સુનીલ નારાયણ
કોલકાતા નાઈટ રાઈડર્સને વર્ષ 2012થી સુનીલ નારાયણના રૂપમાં ગેમ ચેન્જર મળ્યો છે. સુનીલ નારન તેની આઈપીએલ કારકિર્દીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય અન્ય કોઈ માટે રમ્યો નથી. સુનીલ નારાયણ બોલ અને બેટ બંને સાથે ટીમ માટે અસરકારક સાબિત થયો છે.
જસપ્રીત બુમરાહ - કિરોન પોલાર્ડ
જસપ્રીત બુમરાહ 2013થી મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ આક્રમણની આગેવાની કરી રહ્યો છે. આ સિવાય કિરોન પોલાર્ડ 2010થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો. કિરોન પોલાર્ડને મુંબઈ દ્વારા ક્યારેય છોડવામાં આવ્યો નથી. હતો. બીજી તરફ જસપ્રીત બુમરાહ પણ સતત ટીમ સાથે છે.
શોન માર્શ
શોન માર્શ 2008 થી કિંગ્સ ઇલેવન પંજાબ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે તેની આઈપીએલ કારકિર્દીમાં પંજાબ સિવાય અન્ય કોઈ ટીમ માટે રમ્યો નથી.
લસિથ મલિંગા
લસિથ મલિંગા 2009માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો ત્યારથી2020 સુધી મુંબઈ માટે IPLમાં પોતાની તાકાત બતાવી. લસિથ મલિંગા પણ આઈપીએલમાં અન્ય કોઈ ટીમ તરફથી રમ્યા નથી.
રૂતુરાજ ગાયકવાડ
રુતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ જ કારણ છે કે ધોની બાદ તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફરી એક વખત ટીમ મોટી રકમ ચૂકવીને રૂતુરાજ ગાયકવાડને રિટેન કરવાની તૈયારી કરી રહી છે.












Click it and Unblock the Notifications
