IPL માં ધૂમ મચાવનારાને ભારતીય ટીમમાં મળ્યું સ્થાન, જુઓ કોણ છે ખેલાડી
IPL 2023માં કોલકત્તા નાઇટ રાઇડર્સમાં ફિનીશરની ભૂમિકા નિભાવનારા રિંકુ સિંહે પોતાના બેટિંગના કારણે લોકોના ધ્યાનમાં આવી ગયો હતો. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા ઓવરમાં 5 સિક્સ ફટકારી હારેલી મેચ જીતાડીને ક્રિકેટ પ્રેમીઓના દિલમાં આગવું સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે.
ત્યારથી ટીમ ઇન્ડિયામાં રિંકુ સિંહને સ્થાન મળે, તેવી ઇચ્છા ફેન્સ સતત વ્યક્ત કરી રહ્યા હતા, પરંતું IPL બાદ આ ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા ફેન્સ BCCI પર આક્ષેપો લગાવ્યા હતા. હવે આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ છે, જેમાં રિંકુ સિંહ અને જીતેશ શર્માને સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2023 માં શાનદાર પ્રદર્શન હોવા છતા હાલ રમાઇ રહેલી વેસ્ટ ઇન્ડિઝ સિરીઝમાં રિંકુ સિંહને સ્થાન ન મળતા ફેન્સ રોષે ભરાયા હતા. આ સિરીઝમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ એક-એક મેચ જીત્યું છે, જેની અંતિમ અને નિર્ણાયક મેચ આજે રમાવા જઇ રહી છે.
રિંકુ સિંહ કોણ છે - રિંકુ સિંહ એક ભારતીય ક્રિકેટર છે, જે હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તેમજ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ માટે રમે છે. રિંકુ ડાબોડી ટોપ ઓર્ડર બેટ્સમેન છે. આ સાથે તે રાઇટ આર્મ ઓફ સ્પિનરછે.
એક દાયકા પહેલા રિંકુ સિંહે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2013માં રિંકુ સિંહની પસંદગી ઉત્તર પ્રદેશની અંડર -16 ટીમમાં કરવામાં આવી હતી અને થોડા વર્ષો બાદ તેને આક્રમક બેટ્સમેન તરીકેની તેની પ્રતિભાને કારણે ઉત્તર પ્રદેશની અંડર -19 ટીમમાં પણ લેવામાં આવ્યો હતો.
ક્રિકેટ બોલના હાર્ડ હિટર રિંકુ સિંહે એ જ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આયોજિત કેમ્પમાંની એક રમતમાં 31 બોલમાં 95 રન બનાવ્યા હતા. ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહની IPL સુધીની સફર સફર સરળ નહોતી. એલપીજી ડિલિવરી મેનનો પુત્ર અને ઓટો-રિક્ષા ચાલકનો ભાઈ, રિંકુ સિંહને આ મુકામ સુધી પહોંચવા માટે શરૂઆત દિવસોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
રિંકુ સિંહનું કરિયર - ડાબોડી બેટ્સમને KKR દ્વારા 2022માં ગત સિઝનની સરખામણીમાં લાંબો સમય આપવામાં આવ્યો હતો, અને રિંકુ સિંહે આપેલી તકોનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. રિંકુ સિંહના IPL કરિયર વિશે વાત કરીએ, તો 31 મેચ રમ્યો છે. 29 ઇનિંગ્સમાં તેણે 36.25ની એવરેજથી 725 રન બનાવ્યા છે. રિંકુ સિંહનો હાઇ સ્કોર 67 રન છે. તેની સ્ટ્રાઇક રેટ 142.16ની છે. આ સાથે તેના નામે 4 અડધી સદી છે. આ સાથે તેણે કુલ 38 સિક્સ અને 54 ફોર મારી છે.
આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન - જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, ક્રિષ્ના વિખ્યાત અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન












Click it and Unblock the Notifications
