Video: પીઠ દર્દથી પરેશાન ધોની સાથે મસ્તી કરતા યુવરાજ સિંહ

ગઈ કાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. જેમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું.

ગઈ કાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. જેમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું. છેલ્લા બોલમાં ધોનીએ છક્કો ચોક્કસ માર્યો પરંતુ તેઓ ચેન્નાઇને જીતાડી શક્યા નહીં. આ પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ચેન્નાઇ મેચમાં ખાલી એક જ બદલાવ સાથે ઉતરી. તેમને ટીમમાં સુરેશ રૈનાને બદલે મુરલી વિજયને ટીમમાં જગ્યા આપી. પરંતુ તેઓ કોઈ ખાસ કમાલ કરી શક્યા નહીં. પંજાબ ટીમે બે બદલાવ કર્યા. તેમને માર્ક્સ સ્ટોઈનિસ ન બદલે ક્રિસ ગેલ અને અક્ષર પટેલને બદલે બલ્વીન્દર સરન ને ટીમમાં જગ્યા આપી. ગેલે પોતાની પહેલી જ મેચમાં શાનદાર ઇંનિંગ રમી જેને કારણે પંજાબ 20 ઓવરમાં 197 રન બનાવી શકી. ચેન્નાઇને જીતવા માટે 20 ઓવરમાં 198 રન જરૂરી હતા. પરંતુ ચેન્નાઇ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 193 રન બનાવી શકી.

ipl 2018

મહેન્દ્ર સિંહ ધોની જયારે પીઠ દર્દથી પરેશાન હતા અને ફીઝીઓ ની મદદ લઇ રહ્યા હતા ત્યારે યુવરાજ સિંહ તેમની સાથે મસ્તી કરતા જોવા મળ્યા. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ ભારતીય ટીમમાં લાંબા સમયથી રમી રહ્યા છે અને એકબીજા ના સારા મિત્રો પણ માનવામાં આવે છે.

આપણે જણાવી દઈએ કે ધોની ચોટ લાગવા છતાં પણ મેચમાં ઉભા રહ્યા. તેમને 44 બોલમાં 79 રન બનાવી અણનમ રહ્યા. આપણે જણાવી દઈએ કે આઇપીએલ 2018 સિરીઝમાં ચેન્નાઇ પહેલીવાર હારી છે. આ પહેલાની બંને મેચો ચેન્નાઇ જીતી ચુકી છે. દર્દ હોવા છતાં પણ ધોની ચેન્નાઇને જીતાડવા માટે પુરી કોશિશ કરતા જોવા મળ્યા. આખરે તેઓ મેચ જીતાડી શક્યા નહીં પરંતુ તેમને કરોડો ક્રિકેટ ફેન્સનું દિલ ચોક્કસ જીતી લીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X