IPL: પ્લેઓફમાં સૌથી વધુ વાર પહોંચી આ ટીમો, RCB સહિત આ ટીમો શામેલ

ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. હવે આ ચારમાંથી એક ટીમ IPLની 16મી સિઝનનું ટાઈટલ પોતાના નામે કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આ રેસમાં ઘણી આગળ જોવા મળી રહી છે.

આઈપીએલના ઈતિહાસમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સૌથી વધુ વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. ધોનીની ટીમે અત્યાર સુધીમાં 14 વખત IPLમાં ભાગ લીધો છે અને 14માંથી 12 વખત ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. CSK સિવાય બીજી કોઈ ટીમ આટલી વખત પ્લેઓફમાં પહોંચી નથી.

IPL 2023

સૌથી વધુ વખત IPL ટ્રોફી જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મામલે બીજા નંબર પર છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈએ અત્યાર સુધીમાં 16 વખત આઈપીએલમાં ભાગ લીધો છે, જેમાંથી ટીમે 10 વખત પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

આ સિઝનમાં પણ આરસીબીના પ્લેઓફમાં પહોંચવાની સંભાવના હતી. પરંતુ ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ ટીમની સફર લીગ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. RCBની ટીમ અત્યાર સુધીમાં 8 વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. પરંતુ ફરી એકવાર ટીમે ટ્રોફી પર કબજો કરી શક્યું નથી.

KKR માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી. KKRની ટીમ IPLના ઈતિહાસમાં કુલ સાત વખત પ્લેઓફમાં જગ્યા બનાવી ચુકી છે. ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ટીમ બે વખત ખિતાબ પર કબજો પણ કરી ચુકી છે.

પ્લેઓફમાં પહોંચવાના મામલે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બરાબરી પર છે. આ બંને ટીમો અત્યાર સુધીમાં 6-6 વખત પ્લેઓફમાં પહોંચી છે. બીજી તરફ, રાજસ્થાનની ટીમ પાંચ વખત પ્લેઓફમાં પહોંચી છે જ્યારે પંજાબ કિંગ્સ માત્ર બે વખત પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે.

લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સે ગયા વર્ષે જ IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ બંને ટીમો અત્યાર સુધીમાં કુલ બે સિઝન રમી છે અને બંને વખત લખનૌ અને ગુજરાત પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X