IPL: CSKના 10 વર્ષ પૂર્ણ થતાં ટ્વીટર પર થયું સેલિબ્રેશન

ચેન્નાઇ સુપર કિંગ્સના આઇપીએલમાં 10 વર્ષ પૂરા થતાં ટ્વીટર પર લોકોએ આ પ્રસંગ ધામધૂમથી ઉજવ્યો હતો.

વર્ષ 2017 એ આઇપીએલ નું 10મું વર્ષ છે, આ દસ વર્ષ દરમિયાન આઇપીએલની ઘણી ટીમોએ લોકોમાં પોતાની લોકપ્રિયતા વધારી છે, પરંતુ એમાં સૌથી આગળ છે ચેન્નાઇ સુપર કિંગ્સ. ફેન્સને ચેન્નાઇની ટીમ સાથે ખૂબ લગાવ છે. સોશિયલ મીડિયા ની કેટલીક પોસ્ટ્સ પરથી આ વાત સાબિત થાય છે.

આજથી બરાબર દસ વર્ષ પહેલાં ચેન્નાઇની ટીમ આઇપીએલમાં પોતાની પ્રથમ મેચ રમી હતી. વર્ષ 2008માં પંજાબના મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે આ મેચ રમાઇ હતી. ચેન્નાઇની ટીમે ટોસ જીતી 240 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જેમાં માઇકલ હાસીએ 56 બોલ પર 116 રન ફટાકર્યા હતા. આના જવાબમાં પંજાબની ટીમ માત્ર 207 રન બનાવી શકી હતી. ચેન્નાઇની ટીમ 33 રનોથી જીતી ગઇ હતી.

IPLમાં શાનદાર શરૂઆત

IPLમાં શાનદાર શરૂઆત

આમ, આઇપીએલમાં ચેન્નાઇની શાનદાર શરૂઆત થઇ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ આઇપીએલના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી ટીમ તરીકે સામે આવી છે. ચેન્નાઇની ટીમ 8માંથી 5 વાર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે અને તેમાંથી 2 વાર વિજેતા બની. આજે ટ્વીટર યૂઝર્સે ચેન્નાઇની ટીમના 10 વર્ષ પૂરા થતાં ધમાકેદાર ઉજવણી કરી છે. એમાંના કેટલાક રસપ્રદ ટ્વીટ જુઓ અહીં..

કેપ્ટન એમ.એસ.ધોની

કપ્તાન એસ.એસ.ધોની પ્રત્યે ફેન્સે પોતાનો પ્રેમ કંઇક આ રીતે જાહેર કર્યો. ભારતમાં ક્રિકેટના રસિયાઓમાં ધોનીના લાખો ફેન્સ છે, ચેન્નાઇ સુપર કિંગ્સની લોકપ્રિયતાનો થોડો શ્રેય કપ્તાન ધોનીને ફાળે પણ જાય છે.

યાદગીરીઓ

ચેન્નાઇની ટીમના 10 વર્ષ પૂરા થતાં તેના એક ફેન દ્વારા આ જૂનું ચેલેન્જ યાદ કરવામાં આવ્યું હતું. ફેન્સ પોતાની ટીમ સાથે કેટલી હદે જોડાયેલા છે, આ વાતની સાબિતી આ પરથી મળે છે.

હેમાંગ બડાનીએ શેર કરી મેમરી

અન્ય એક ફેન હેમાંગ બડાનીએ પણ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ સાથેની પોતાની યોદો તાજી કરતો ફોટો ટ્વીટર પર શેર કર્યો છે.

CSKના ફેને વિશ કર્યું હેપ્પી બર્થ ડે

ચેન્નાઇની ટીમના એક ફેને તો આ ટીમના તમામ નવા-જૂના ફોટાઓનો એક કોલાજ બનાવી પોતાની ફેવરિટ ટીમને હેપ્પી બર્થ ડે વિશ કર્યું છે.

કોચને પણ કર્યા યાદ

ફેન્સે આઇપીએલના જૂના કોચને પણ યાદ કર્યા.

કપ્તાન એમ.એસ.ધોનીની વાપસી

ચેન્નાઇ સુપર કિંગ્સના ફેન્સ તેમના કપ્તાન એસ.એસ.ધોનીની ટીમમાં વાપસી ઇચ્છે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X