કોલકાતા એરપોર્ટ પર અનુષ્કાએ વિરાટને લગાવી લીધો ગળે!

કોલકાતા, 7 એપ્રિલ: અમે આપને પહેલા પણ બતાવી ચૂક્યા છીએ કે આજે આઇપીએલ 8નો જોરદાર શુભારંભ થવા જઇ રહ્યું છે. આ ગ્રાંડ ઓપનિંગમાં બોલીવુડના ધુરંધર પોતાના પરફોર્મથી ચાર ચાંદ લગાવવા તૈયાર છે. પરંતુ આજે સૌની નજર વિરાટ કોહલીની પ્રેમિકા અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પર છે.

virat
સોમવારે વિરાટ-અનુષ્કા સાથે સાથે કોલકાતા પહોંચ્યા, બંનેને સાથે જ એરપોર્ટ પર જોવામાં આવ્યા. બંને સાથે હતા પરંતુ થોડી જ વાર પછી બંને અલગ અલગ કારમાં બેસીને જતા રહ્યા. એરપોર્ટથી બંને હાથોમાં હાથ નાખીને બહાર આપ્યા અને અનુષ્કા, વિરાટથી અલગ જતા પહેલા ગળે લાગી. બંને ખૂબ જ કૂલ પોશાકમાં હતા પરંતુ બંનેએ મીડિયા સાથે કોઇ વાતચીત કરી નહીં.

virat anushka
અત્રે નોંધનીય છે કે આજે ઓપનિંગ સેરેમનીની શરૂઆત લગભગ 400 કલાકારો(300 સ્થાનીય) દ્વારા રજૂ થનારા કાર્યક્રમથી થશે. તેને જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા અને સંતોષ શેટ્ટી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. આ પ્રસ્તુતિ દરમિયાન ઋતિક રોશન, શાહિદ અને અનુષ્કા પણ હિન્દી ફિલ્મના ગીત પર પોતાનો કાર્યક્રમ આપશે. ફરહાન અખ્તર અને સૈફ અલીખાન પણ પોતાનો કાર્યક્રમ રજૂ કરશે. અને આવતીકાલ એટલે કે 8 એપ્રિલથી આઇપીએલની મેચોની શરૂઆત થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X