કેએલ રાહુલ કરી રહ્યા છે અથિયા શેટ્ટીને ડેટ? આ ફોટાએ મચાવ્યો હોબાળો
કેએલ રાહુલે એક ફોટો શેર કરીને અથિયાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટામાં બંને એકબીજાને જોઈને હસી રહ્યા છે.
ઘણા સમયથી સુનીલ શેટ્ટીની દીકરી અને અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ વિશે અફેરના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ બંનેએ આ વાત અંગે ખુલાસો ક્યારેય નથી કર્યો. પરંતુ હવે જે ફોટો સામે આવ્યો છે તેનાથી ઘણુ બધુ ક્લિયર થવાનુ છે. તમને જણાવી દઈએ કે અથિયા શેટ્ટીએ 5 નવેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવ્યો. આ પ્રસંગે એક ફોટાએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી દીધી છે.
વાસ્તવમાં કેએલ રાહુલે એક ફોટો શેર કરીને અથિયાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટામાં બંને એકબીજાને જોઈને હસી રહ્યા છે. આ ફોટાના જવાબમાં અથિયાએ હાર્ટ ઈમોજી બનાવીને આભાર માન્યો.

લોકોથી છૂપાઈને એકબીજાને ડેટ કરી રહ્યા
તમને જણાવી દઈએ કે બંને ઘણી વાર સાથે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ક્રિકેટર કેએલ રાહુલ ક્યારેય કોઈ અભિનેત્રી સાથે રિલેશનશિપમાં નથી રહ્યા પરંતુ અત્યારે તે અથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજા સાથે ફરવા પણ જતા હોય છે. સમાચાર છે કે બંને આ સંબંધ માટે ઘણા સીરિયસ છે અને લોકોથી છૂપાઈને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

અથિયા શેટ્ટી
અથિયા શેટ્ટી બોલિવુડના સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની દીકરી છે. તે પોતાના કરિયરના શરૂઆતના પડાવમાં છે.

મોતીચૂર ચકનાચૂર
હાલમાં તે ફિલ્મ મોતીચૂર ચકનાચૂર માટે ઘણી ચર્ચામાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી સાથે આવશે આ ફિલ્મ.

હીરોથી શરૂઆત
ફિલ્મ હીરો સાથે તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેની અપોઝીટ સૂરજ પંચોલી ફિલ્મમાં હતા.

ઈન્ડિયન ક્રિકેટર
કેએલ રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનુ એક મોટુ નામ છે. તેનુ નામ અથિયા શેટ્ટી સાથે જોડાઈ રહ્યુ છે.

નિધિ અગ્રવાલ સાથે અફવા
થોડા સમય પહેલા તેનુ નામ અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે જોડાયુ હતુ.

સોનલ ચૌહાણ
કેએલ રાહુલનુ નામ જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ સાથે પણ જોડવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
