ક્રિકેટ છોડી એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે વિરાટ કોહલી
શું ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક્ટિંગમાં ડેબ્યુ કરાવવા જઇ રહ્યા છે? આ સવાલે સોશિયલ મીડિયા યુઝર્સને ઘણા પરેશાન કરી દીધા છે.
શું ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક્ટિંગમાં ડેબ્યુ કરાવવા જઇ રહ્યા છે? આ સવાલે સોશિયલ મીડિયા યુઝર્સને ઘણા પરેશાન કરી દીધા છે. વિરાટ કોહલીને દૂબઈમાં ચાલી રહેલા એશિયા કપમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેણે પોતાની ફિલ્મની ઘોષણા કરીને સહુને ચોંકાવી દીધા છે. કોહલીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની આવનારી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યુ છે.

એક્ટિંગમાં ડેબ્યુ કરશે વિરાટ કોહલી
ઘણી એડમાં કામ કરી ચૂકેલ ક્રિકેટર વિરાટ કોહલી ટૂંક સમયમાં એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. હવે તેમના સોશિયલ મીડિયા પોસ્ટથી તો એમ જ લાગી રહ્યુ છે. કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાની આવનારી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા લખ્યુ, '10 વર્ષો બાદ વધુ એક ડેબ્યુ. રાહ નથી જોઈ શકતો. #ટ્રેલરમૂવી.' પોસ્ટર અનુસાર વિરાટની 'Trailer: The Movie' ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

પત્ની અનુષ્કાની ફિલ્મ સાથે થશે ટક્કર
આ જ દિવસે વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગા પણ રિલીઝ થવા જઈ રહી છે. તો શું વિરાટ કોહલી પોતાની જ પત્નીને ટક્કર આપવા જઈ રહ્યા છે? આનો ખુલાસો તો 28 સપ્ટેમ્બરે જ થશે. વિરાટના પોસ્ટર પર નજર કરીએ તો આ તેના ક્લોધિંગ બ્રાન્ડ 'Wrogn' સાથે જોડાયેલુ લાગે છે. આ પોસ્ટરમાં વિરાટો આ બ્રાન્ડના કપડાં પહેર્યા છે અને પોસ્ટર પણ પણ આનુ નામ લખ્યુ છે. જો કે હજુ એ કન્ફર્મ નથી કે આ એક ફિચર ફિલ્મ હશે કે શોર્ટ ફિલ્મ.

એશિયા કપમાં આપવામાં આવ્યો છે કોહલીને આરામ
વિરાટ કોહલીને એશિયા કપ માટે આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન કોહલીને પીઠમાં ઘણી મુશ્કેલી ઝેલવ પડી હતી. ત્યારબાદ તેને એશિયા કપ માટે આરામ આપવામાં આવ્યો છે. વળી, અનુષ્કાની વાત કરીએ તો વરુણ ધવન સાથે સૂઈ ધાગા ફિલ્મ 28 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા પર આધારિત છે.
Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie https://t.co/zDgE4JrdDT pic.twitter.com/hvcovMtfAV
— Virat Kohli (@imVkohli) 21 September 2018












Click it and Unblock the Notifications
