એંડરસનનું શરમજનક નિવેદન: ભારતીય પિચોને કારણે હિટ છે કોહલી
ઇંગ્લેંડના ઝડપી બોલર જિમી એંડરસને કહ્યુ કે વિરાટ કોહલીના ખેલને જબરદસ્તીથી મહત્વ આપવામાં આવે છે. તેના રેકોર્ડ એટલા માટે બની રહ્યા છે કારણકે ભારતીય પિચ એવી બનાવવામાં આવી છે જેથી...
ફરીથી એક વાર ઇંગ્લેંડ તરફથી ભારતના કેપ્ટન વિરાટ કોહલી માટે કંઇક એવુ કહેવામાં આવ્યુ કે જેનાથી ભારતીય ક્રિકેટ અને કોહલીને પસંદ કરતા લોકોનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી શકે છે.

ઇંગ્લેંડના ઝડપી બોલર જીમી એંડરસને કહ્યુ કે વિરાટ કોહલીની રમતને જબરદસ્તીથી મહત્વ આપવામાં આવી રહ્યુ છે, તેના રેકોર્ડ એટલા માટે બની રહ્યા છે કારણકે ભારતીય પીચો એવી બનાવવામાં આવી છે જેથી કોહલીનું બેટ જ બોલે. ભારતીય પિચમાં મૂવમેંટની કમી છે અને આ કારણે વિરાટ કોહલીનું બેટ જામી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે જિમી એંડરસને ઇંગ્લેંડમાં 2014 માં થયેલી સીરિઝ દરમિયાન કોહલીને ઘણો પરેશાન કર્યો હતો.
જ્યારથી ઇંગ્લેંડ અને ભારતની સીરિઝ શરુ થઇ છે ત્યારથી જ ઇંગ્લેંડ તરફથી ટીમ ઇંડિયા અને કોહલી અંગે ઘણુ કહેવામાં આવી રહ્યુ છે. આ પહેલા એક અંગ્રેજી ચેનલે કોહલી પર બોલ ટેંમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઇએ કે આ સીરિઝમાં કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ છે. આ સીરિઝમાં કોહલીએ પોતાની કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી છે. તેણે 4000 રન પૂરા કર્યા છે. તેના સિતારા બુલંદી પર છે. એવામાં અંગ્રેજ ટીમના બોલરના આ નિવેદનથી કોહલીની ઇમેજ પર નહિ બલ્કે તેની પોતાની ઇમેજ જરુર ખરાબ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
