Jasprit Bumarhએ 'ડબલ સેંચુરી' ફટકારીને બનાવ્યો રેકોર્ડ, 148 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આવુ ક્યારેય નથી બન્યું
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી મેચમાં જસપ્રિત બુમરાહે ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 200 વિકેટ પૂરી કરી અને ભારતીય ઝડપી બોલરોમાં આ સિદ્ધિ મેળવનાર સૌથી ઝડપી બોલર બન્યો. બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડને આઉટ કરીને આ રેકોર્ડ હાંસલ કર્યો હતો.
જસપ્રીત બુમરાહ હવે ભારત માટે 200 વિકેટ લેનારો પાંચમો બોલર બની ગયો છે, આ શાનદાર સિદ્ધિ સાથે તેણે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવે વર્ષ 1983માં પોતાની 50મી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 200 વિકેટ પૂરી કરી હતી. તે સમયે તે સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર ભારતીય બોલર હતો.

પાકિસ્તાનની બોલરનો સૌથી ઝડપી રેકોર્ડ
પરંતુ જસપ્રિત બુમરાહે તેનો રેકોર્ડ તોડ્યો અને માત્ર 44 ટેસ્ટ મેચમાં 200 વિકેટ પૂરી કરી, તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર બોલર બની ગયો. આ માઈલસ્ટોન હાંસલ કરીને બુમરાહે ક્રિકેટ જગતમાં પોતાનું નામ વધુ પ્રખ્યાત કર્યું છે. તે જ સમયે, પાકિસ્તાનના યાસિર શાહે 33 ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 200 વિકેટનો રેકોર્ડ પૂરો કર્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઝડપી રેકોર્ડ છે.
20થી નીચેની એવરેજ મુશ્કેલ
148 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં 20થી ઓછી એવરેજથી 200 વિકેટ પૂરી કરનાર પ્રથમ બોલર બની ગયો છે. આ એક મહાન રેકોર્ડ છે કારણ કે બોલરો માટે ટેસ્ટ ક્રિકેટમાં 20થી નીચેની એવરેજ કરવી ખૂબ જ મુશ્કેલ છે, અને તે બુમરાહની બોલિંગની ગુણવત્તા અને સાતત્યની વાત કરે છે. તેનું પ્રદર્શન ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે અને તેને વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંના એક તરીકે સ્થાપિત કરે છે.
ટેસ્ટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર
- જસપ્રીત બુમરાહ- 44 ટેસ્ટ મેચ
- કપિલ દેવ - 50 ટેસ્ટ મેચ
- જવાગલ શ્રીનાથ - 54 ટેસ્ટ મેચ
- મોહમ્મદ શમી - 55 ટેસ્ટ મેચ












Click it and Unblock the Notifications
