જુઓ વીડિયો, સાંસદોએ ગાયુ ટીમ ઇન્ડિયા માટે ગીત

નવી દિલ્હી, 20 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારી અને અનુરાગ ઠાકુરે આઇસીસી વિશ્વકપ 2015ના સેમીફાઇનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમને શુક્રવારે એક ગીત ગાઇને પોતાની શુભેચ્છા પાઠવી. યૂટ્યૂબ પર ઠાકુર દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વીડિયો ક્લિપમાં મનોજ તિવારી સહિત ભાજપની એક અન્ય સાંસદ મીનાક્ષી લેખી અને રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટીની સુપ્રિયા સુલે પણ દેખાઇ રહી છે.

નોંધનીય છે કે ઠાકુર હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ તરીકે પણ ચૂંટવામાં આવ્યા છે. તેમણે આ વીડિયોની લીંક સોશિયલ સાઇટ ટ્વિટર પર શેર કરતા જણાવ્યું છે કે 'આ ગીત સાંસદો તરફથી ભારતીય ટીમને સમર્પિત છે.'

team india
સેમીફાઇનલમાં ભારત સાથે ટકરાશે ઓસ્ટ્રેલિયા
ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે એડિલેડ ઓવલ મેદાન પર રમાયેલ ત્રીજા ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને છ વિકેટથી હરાવીને આઇસીસી વિશ્વકપ 2015ના સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયાઇ ટીમનો સામનો હવે 26 માર્ચના રોજ સિડનીમાં હાલની ચેમ્પિયન ભારત સાથે થશે. ઉલ્લેખનીય છે કે ભારતે ગુરુવારે રમાયેલ બીજા ક્વાર્ટર ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને 109 રનોથી હરાવીને સતત બીજીવાર સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

જુઓ વીડિયો, સાંસદોએ ગાયુ ટીમ ઇન્ડિયા માટે ગીત...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X