KKR vs LSG : કોલકત્તાનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય, જાણો કઈ ટીમનું પલ્લુ ભારે?
કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેનો આ મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાવા જઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ બંનેને અગાઉની મેચોમાં હારનો સામનો કરવો છે. KKRની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં કોલકાતાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે સિઝનની મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ ત્રણ મેચ જીત્યા બાદ KKR ટીમને ચોથી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સની જેમ લખનૌ સુપરજાયન્ટ્સને પણ તેમની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમના પણ 6 પોઈન્ટ છે. પરંતુ ખરાબ નેટ રન રેટના કારણે લખનૌની ટીમ ચોથા સ્થાને છે.
આઈપીએલના ઈતિહાસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ક્યારેય લખનૌ સામે જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં કોલકાતા લખનૌ પર જીત નોંધાવવા મેદાને ઉતરશે.












Click it and Unblock the Notifications
