KKR vs LSG : કોલકત્તા સામે લખનૌની શરમજનક હાર, 16 ઓવર પહેલા જ મેચ જીતી લીધી

લખનૌ સુપર જાયન્ટ્સ સામેના મુકાબલામાં કોલકત્તા નાઈટ રાઈડર્સે આસાન જીત મેળવી લીધી છે. આ મુકાબલામાં લખનૌની ટીમ એકદમ કમજોર જોવા મળી.

કોલકાતા નાઈટ રાઈડર્સે લખનૌને 8 વિકેટથી હરાવીને આ સિઝનમાં તેની પાંચમી જીત નોંધાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે છ મેચ રમી છે અને 6માંથી 5 જીત સાથે તે 10 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર પહોંચી ગઈ છે.

KKR vs LSG

રાજસ્થાન અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આ સિઝનમાં અલગ અંદાજમાં જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટે શાનદાર બેટિંગ કરી. તેણે અણનમ 89 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી.

162 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ ધમાકેદાર શરૂઆત કરી અને પહેલી જ ઓવરમાં 22 રન ફટકારી દીધા. જો કે આ પછી મોહસીન ખાને પુનરાગમન કર્યું અને લખનૌને બે મોટી સફળતા અપાવી.

મોહસીન ખાને પહેલા સુનીલ નારાયણ અને પછી અંગક્રિશ રઘુવંશીને આઉટ કરીને પેવેલિયન મોકલ્યા. IPLમાં ડેબ્યૂ કરનાર શમર જોસેફ શરૂઆતની ઓવરમાં ફ્લોપ સાબિત થયો.

અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપરજાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેપ્ટન કેએલ રાહુલ અને નિકોલસ પુરને મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ સિવાય આયુષ બદોનીએ ફરી એકવાર ટીમ માટે રન બનાવ્યા.

લખનૌનો ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટન ડી કોક બેટથી રન બનાવવામાં સતત નિષ્ફળ રહ્યો છે. ક્વિન્ટન ડી કોકની આ આઈપીએલ સીઝન અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. માર્ક્સ સ્ટોઈનીસ પણ ફ્લોપ રહ્યા છે.

ટીમના વાઇસ કેપ્ટન નિકોલસ પુરને છેલ્લી ઓવરમાં કેટલાક સારા શોટ્સ રમ્યા. પરિણામે લખનૌની ટીમ સાત વિકેટ ગુમાવીને 161 રન બનાવવામાં સફળ રહી હતી. મિશેલ સ્ટાર્કે નિકોલસ પૂરનને આઉટ કરીને લખનૌને 161 સુધી સીમિત રાખ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X