KKR vs RCB: 32 રનમાં કોલકાતાને પાંચમો ઝાટકો, બેંગ્લોરના બોલર્સેનો ધમાકો

KKR vs RCB: 32 રનમાં કોલકાતાને પાંચમો ઝાટકો, બેંગ્લોરના બોલર્સેનો ધમાકો

આઈપીએલના 39મા મુકાબલામાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેદાન-એ-જંગ ખેલાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. જો કે કોલકાતાનો આ ફેસલો કોલકાતા પર ભારે પડતો જણાઈ રહ્યો છે. બેંગ્લોરના ધાકડ બોલર્સ સામે બેટ્સમેન એક-એક રન કાઢવા માટે હાંફી રહ્યા છે પણ ધડાધડ કોલકાતાની વિકેટ ખરી રહી છે.ટ

RCB

8.4 ઓવરના અંત સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માત્ર 32 રન જ બનાવી શકી. કોલકાતાના અત્યાર સુધીની સૌથી સફળ ઓપનર શુભમન ગિલ 1 રનમાં જ આઉટ થઈ ગયો હતો જે બાદ રાહુલ ત્રિપાઠી પણ 1 રનમાં આઉટ થઈ ગયો હતો. નીતિશ રાણા 0 રનમાં આઉટ થઈ ગયો. ટૉમ બેન્ટન 10 રનમાં અને દિનેશ કાર્તિક 4 રન બનાવી પેવેલિયન ભેગો થઈ ગયો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સે શાનદાર પ્રદર્શન કરી કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોની મુશ્કેલી વધારી દીધી છે. ક્રિસ મોરિસે 2 ઓવરમાં માત્ર 3 જ રન આપ્યા. જ્યારે મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં માત્ર 2 રન આપી 3 વિકેટ ચટકાવી. નવદીપ સૈનીએ 2 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ ચટકાવી. ઈસુરુ ઉદાનાએ 1 ઓવરમાં 6 રન આપ્યા અને યુઝવેન્દ્ર ચહલે 1 ઓવરમાં 3 રન લૂંટાવી 1 વિકેટ ચટકાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X