For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકોના કારણે ભારત થયું વિશ્વકપમાંથી Out!

|
Google Oneindia Gujarati News

સિડની, 26 માર્ચ: આજે ભારતની ઓસ્ટ્રેલિયા સામે હારથી જ વિશ્વકપમાંથી બહાર થઇ ગઇ. આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે 95 રનોથી હારી ગયું. આજે મેચમાં ભારતના ખેલાડીયોમાં એવી એકાગ્રતા અને એવું ઝનૂન જોવા મળ્યું નહીં જે છેલ્લી સાત મેચોમાં જોવા મળ્યું હતું. ટીમ ઇન્ડિયાના પ્રદર્શનને લઇને ટીવી ચેનલો પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.

દિગ્ગજોના કહેવા પ્રમાણે આજની મેચના વિલેન રહ્યા વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા છે. જેમનું ટકીને નહીં રમવું ટીમ ઇન્ડિયાને ભારે પડી ગયું. છેલ્લી સાત મેચોમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ દમદાર હતું, પરંતુ આજની મેચમાં તેમણે ચાહકોને નિરાશ કરી દીધા છે. અમારા આ લેખમાં અમે આપને જણાવીશું કે સેમીફાઇનલમાં હાર માટે કોણ છે વિલેન...

કોહલી ફ્લોપ

કોહલી ફ્લોપ

ભારતના સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી મોટા ધમાકો કરવાની આશા હતી, પરંતુ કોહલી આજે કંઇ કરી શક્યા નહીં, તે માત્ર એક રન બનાવીને કેચ આઉટ થઇ ગયા. જેમને હારના મોટા વિલેન માનવમાં આવી રહ્યા છે.

રોહિત શર્મા

રોહિત શર્મા

રોહિત શર્માનું બેટ વિશ્વકપમાં સતત ચુપ જ રહ્યું છે, જોકે બાંગ્લાદેશ જેવી નબળી ટીમ વિરુદ્ધ તેમણે સદી ફટકારી પરંતુ આજે તેમના બેટમાંથી રનોનો વરસાદ થવો જોઇતો હતો જે થયો નહીં.

શિખર ધવન

શિખર ધવન

સાઉથ આફ્રિકાની સામે સદી ફટકારનાર ગબ્બર સિંહે સાઉથ આફ્રિકા બાદ કોઇપણ મેચમાં પોતાનો જાદુ ચલાવી શક્યા નથી. જો આજે ભારતને સારી ઓપનિંગ મળી હોત તો નિશ્ચિતપણે આજે રિઝલ્ટ કંઇ જુદુ જ હોત.

મોહમ્મદ શામી

મોહમ્મદ શામી

મોહમ્મદ શામી પણ હાર માટે જવાબદાર છે. અત્યાર સુધી લાજવાબ બોલિંગથી વિકેટો પોતાના નામે કરનાર શામી આજે એક પણ વિકેટ લીધી નહીં. તેમણે 10 ઓવર ફેંકી અને 68 રન આપ્યા.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા પણ હારના વિલેન છે, તેણે 10 ઓવરમાં 56 રન આપ્યા પરંતુ વિકેટ એક પણ લીધી નહીં. જ્યારે બેટિંગમાં પણ તેઓ કોઇ જાદુ દેખાડી શક્યા નહીં. તેમણે માત્ર 16 રનોનું યોગદાન આપ્યું.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈનાએ પણ કંઇ ખાસ કાઠુ કાઢ્યું નહીં, રૈનાએ 11 બોલનો સામનો કર્યો અને 7 રન બનાવ્યા. જેના કારણે ટીમ ઇન્ડિયાએ નુકસાન ભોગવવું પડ્યું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kohli, Dhawan and Sharma are the the main reason for the defeat of India said People on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X