• search

Team હારી, India રોયું, ઓસ્ટ્રેલિયાનો 95 રને ભવ્ય વિજય

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  સિડની, 26 માર્ચ: આજે વિશ્વકપ 2015 હાઇ વોલ્ટેડ સેમીફાઇનલ મેચ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચેની આ ટક્કરમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને કાંગારુઓએ તાબડતોબ રન બનાવવાનું પણ ચાલુ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયા પાસેથી ભારતને જંઘી 329 રનોનું લક્ષ્યાંક મૂક્યું હતું, જેને ભારત ચેજ કરી શક્યું નહીં અને હારનો સામનો કરવો પડ્યો. 

  ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઇનલ મેચનું જુઓ અહીં લાઇવ અપડેટ...

  4.55 pm: રહાણે બાદ જાડેજા પણ ક્રિઝ પર વધુ ટકી શક્યો નહીં, જાડેજા બાદ ધોની પણ રન આઉટ થઇ ગયા, પછી ભારતને જીતવાની કોઇ આશા બાકી રહી નહીં. અને કાંગારુએ ભારતને 46.5 ઓવરમાં જ 233 રન પર ઓલ આઉટ કરી દીધા. અને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. 

  4.10 pm: અજિંક્ય રહાણે પણ આઉટ, ઓસ્ટ્રેલિયા દ્વારા રિવ્યૂ લઇને તેને કેચ આઉટ જાહેર કરાયો. હાલમાં ધોની અને જાડેજા રમી રહ્યા છે. ભારત 208/5

  3.48 pm: હાલમાં ક્રિઝ પર કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને અજિંક્ય રહાણે રમી રહ્યા છે, ભારતને તેમની પાસે હજી આશા યથાવત છે.

  3.10 pm: ઓસ્ટ્રેલિયાના 328 રનોના સ્કોરની સામે ટીમ ઇન્ડિયાની એક પછી એક 4 વિકેટ પડી ગઇ, સુરેશ રેના પણ આઉટ, 24 ઓવરમાં ભારતનો સ્કોર 110 રન.

  2.35 pm: ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ભારતની સારી શરૂઆત બાદ ગડબડ થઇ ગઇ, વિરાટ કોહલી બાદ રોહિત શર્મા પણ 34 રન બનાવીને આઉટ થઇ ગયા.

  2.28 pm: ભારત તરફથી બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પાસે ભારતને ઘણી આશા હતી પરંતુ તેઓ જોનસનની બોલિંગમાં કેચ આઉટ થઇ ગયા. અને ભારતને બીજો ઝટકો. ભારત 18 ઓવરમાં 78/2

  2.00 pm: ભારત તરફથી શિખર ધવને 45 રન બનાવી કેચ આઉટ થઇ ગયા. ભારત 78/1

  1.00 pm: ભારતીય ટીમ 329 રનોના સ્કોરને ચેજ કરવા માટે મેદાને ઉતરી પડી છે, મેદાનમાં શિખર ધવન અને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા છે. 

  12.48 pm: ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટના નુકસાન પર નિર્ધારિત ઓવરમાં 328 રન બનાવ્યા, ભારત સામે મૂક્યું 329 રનોનું લક્ષ્ય.

  12.31 pm: ઓસ્ટ્રેલિયાની સાતમી વિકેટ પડી ગઇ, વોટસન 29 રન બનાવીને આઉટ,  મોહિત શર્માએ લીધી વિકેટ.

  12.22 pm: ઉમેશ યાદવને મળી ચોથી વિકેટ, જેમ્સ ફોકનરને 21 રન પર કર્યા ક્લીન બોલ્ડ, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 284 રન પર 6 વિકેટ, 46.3 ઓવર.

  12.02 pm: ભારતને મળી વધુ એક સફળતા, મોહિત શર્માએ ક્લાર્કને 10 રનના સ્કોર પર પેવેલિયન ભેગા કર્યા.

  11.45 am: ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો, 39 ઓવરમાં 235 રન પર 4 વિકેટનું નુકસાન.

  11.39 am: ભારતને મળી ત્રીજી સફળતા, અશ્વિને ખતરનાક મેક્સવેલને 23 રન પર આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 232 પર 3 વિકેટ, 37.2 ઓવર.

  11.08 am: ઓસ્ટ્રેલિયાએ 32મી ઓવરમાં જ લીધું બેટિંગ પાવર પ્લે.

  10.50 am: ઓસ્ટ્રેલિયા 28 ઓવરમાં 147/1, કિંચ 54 અને સ્મિથ 74 રનો પર ક્રીઝ પર રમી રહ્યા છે.

  10.43 am:
  ભારતની રન આઉટની કોશિશ બેકાર, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 26 ઓવરમાં 135/1

  10.37 am:
  રવિન્દ્ર જાડેજાની અપીલ બેકાર સાથે જ ભારતનો પહેલો રિવ્યૂ પણ બેકાર ગયો.

  10.28 am:
  છેલ્લા 4 ઓવરમાં ભારતે કાંગારુઓને માત્ર 16 રન આપ્યા, ધોનીએ લગાવ્યો સ્પિન એટેક, 21 ઓવરમાં 107/1

  10.15 am: 17 ઓવરમાં કાંગારૂઓએ માત્ર 1 વિકેટના નુકસાન પર 96 રન બનાવી લીધા છે.

  10.10 am:
  16 ઓવરમાં 89/1, મેદાનમાં ડ્રિંક્સ બ્રેક

  10:00 am: ઓસ્ટ્રેલિયાની સારી શરૂઆત બાદ ધોનીએ રવિન્દ્ર જાડેજાને બોલિંગ આપી.

  9:35 am:
  સ્ટેડિયમની અંદર જ નહીં પરંતુ બહાર પણ બધું જ વાદળી જ વાદળી છે.

  9:31 am: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 ઓવરમાં 34/1. જુઓ કંઇ રીતે ભારતીયોથી ખચાખચ ભરાયેલ છે સ્ટેડિયમ.

  9:20 am: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4.2 ઓવરમાં 27/1 હતો.

  9:15 am:
  ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં પડી, જેને ઉમેદશ યાદવે પેવેલિયન પહોંચાડી દીધી. વોર્નરે 12 રન બનાવ્યા. વોર્નરનો કેચ વિરાટ કોહલીએ ઝડપી લીધી.

  8:42 am:
  ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

  7:32 am:
  ટીમ ઇન્ડિયા હોટલથી સ્ટેડિયમ માટે રવાના થઇ ચૂકી છે.

  ઓસ્ટ્રેલિયાએ 7મી વખત વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે જ્યારે બીજી વાર આઇસીસીના સેમીફાઇનલમાં ધોનીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ પાંચમીવાર એન્ટ્રી કરી છે. આજે જે હારશે તે વિશ્વકપથી બહાર થઇ જશે.

  ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

  English summary
  Today Defending champions India will take on Australia in the second semi-final of the ICC World Cup 2015 at the Sydney Cricket Ground. Hera are latest Updates.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more