MIvRCB : મુંબઇ ઇન્ડિયન્સે બેંગ્લોરને 5 વિકેટથી હરાવ્યો

મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 38મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 38મી મેચ છે, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ મેચ હાલ મુંબઇમાં ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ રમાઇ રહી છે. ત્યારે આ મેચની લાઇવ અપડેટ મેળવવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

IPL

UPDATE :

  • આઇપીએલ 10ના 38મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેેટથી હરાવ્યો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં 16 પોઇન્ટ સાથે ટોપ પર પહોચી ગયુ છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 162 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે 19.5ઓવરમાં 5 વિકેટે 165 રન બનાવી મેચ જીતી લીધી હતી..
  • રોહિત શર્મા (56) અને હાર્દિક પંડ્યા (14) રને નોટ આઉટ.
  • કર્ણ શર્મા 9 રને વોટસનની ઓવરમાં મિલને દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની 5મી વિકેટ પડી.
  • કૃણાલ પંડ્યા ઇન્જર્ડ થતા 2 રને રિટાયર્ડ હર્ટ થયો હતો.
  • કિરોન પોલાર્ડ 17 રને યુજવેન્દ્ર ચહલમાં ટ્રેવિસ હેડ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની ચોથી વિકેટ પડી.
  • નીતિશ રાણા 27 રને પવન નેગીની ઓવરમાં ટ્રેવિસ હેડ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
  • જોસ બટલર 33 રને પવન નેગીની ઓવરમાં ટ્રેવિસ હેડ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
  • પાર્થિવ પટેલ 0 રને અનિકેત ચૌધરીની ઓવરમાં યુજવેન્દ્ર ચહલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ પાર્થિવ પટેલનાં રૂપમાં ગુમાવી છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા.
  • મુંબઇ તરફથી મેકલેરેઘને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
  • કેદાર જાધવ 28 રને મેકલેરેઘનની ઓવરમાં પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 7મી વિકેટ પડી.
  • પવન નેગી 35 રને મેકલેરેઘનની ઓવરમાં પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 6મી વિકેટ પડી.
  • શેન વોટસન 3 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 5મી વિકેટ પડી.
  • ડી વિલિયર્સ 43 રને કૃણાલ પંડ્યાની ઓવરમાં જસપ્રિત બુમરાહ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચોથી વિકેટ પડી.
  • ટ્રેવિસ હેડ 12 રન કૃણાલ પંડ્યાની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી.
  • વિરાટ કોહલી 20 રને મેકલેરેઘનની ઓવરમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બીજી વિકેટ પડી.
  • મનદિપ સિંહ 17 રને કર્ણ શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ વિકેટ મનદિપ સિંહનાં રૂપમાં ગુમાવી છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર :
વિરાટ કોહલી (કેપ્ટન), મનદિપ સિંહ, એબી ડી વિલિયર્સ, કેદાર જાધવ, ટ્રેવિસ હેડ, શેન વોટસન, પવન નેગી, એડમ મિલને, શ્રીનાથ અરવિંદ, અનિકેત ચૌધરી, યુજવેન્દ્ર ચહલ
મુંબઇ ઇન્ડિયન્સ:
પાર્થિવ પટેલ, જોસ બટલર, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કર્ણ શર્મા, મિશેલ મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X