LSG vs DC: દિલ્હી કેપિટલ્સને મળ્યો 210 રનનો ટારગેટ, પૂરણે રમી મોટી ઈનિંગ
LSG vs DC: IPL 2025ની આજે 4થી મેચ રમાઈ રહી છે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ આમનેસામને છે.
આ મેચ ડૉ. વાય એસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંગ કરી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટસે 109 રન 8 વિકેટના નુકસાન સાથે બનાવ્યા છે. જેમાં એઈડન માર્કરમે 13 બોલમાં 15 રન ફટકાર્યા હતા.
જે વિપરાજ નિગમના બોલ પર મિશેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. જે બાદ મિશેલ માર્સે 36 બોલમાં 72 રન બનાવ્યા હતા. જેમાં તેણે 6 સિક્સ અને 6 ફોર ફટકારી હતી.

આ સાથે નિકોલસ પૂરણે 30 બોલમાં 75 રન ફટકાર્યા હતા. આ સાથે ઋષભ પંત, શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઈ ઝિરો રને આઉટ થયા હતા.
દિલ્હી કેપિટલ તરફથી બોલિંગ કરતા મિશેલ સ્ટાર્કે 4 ઓવરમાં 42 રન આપવાની સાથે 3 વિકેટ પણ ઝડપી છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી છે. આ સાથે વિપરાજ અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી છે.
લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ 11 - એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મિલર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11 - જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર












Click it and Unblock the Notifications
