IPL 2026: દિલ્હી કેપિટલ્સે જીત્યો ટોસ, LSG પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11
LSG Vs DC: આઈપીએલમાં આજનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે છે. લખનૌની ટીમ યજમાન છે અને દિલ્હી મહેમાન ટીમ તરીકે રમશે. ઇકાના સ્ટેડિયમમાં દર્શકોને એક જબરદસ્ત મુકાબલાની અપેક્ષા છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હી અને લખનૌ બંને એવી ટીમો છે જેણે અત્યાર સુધી એક પણ ટ્રોફી જીતી નથી. જોકે લખનૌ સુપર જાયન્ટ્સને આઈપીએલમાં વધુ સમય થયો નથી. અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે ગયા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું.
બીજી તરફ ઋષભ પંત પર મોટું દબાણ રહેશે. લખનૌનું પાછલું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું. પંત પર મોટા પ્રાઇસ ટેગનું દબાણ પણ છે. આ વખતે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, તેના હોવાથી ટીમની બોલિંગને ધાર મળશે.
લખનૌ અને દિલ્હીની બેટિંગ પર નજર કરીએ તો દિલ્હીનું પલ્લું થોડું નબળું દેખાય છે. જોકે ક્રિકેટમાં જેનો દિવસ હોય તે જ સારું રમે છે. એડન માર્કરામ અને નિકોલસ પૂરન જેવા ધાકડ બેટ્સમેનો પણ તેમની સાથે સામેલ છે. દિલ્હી કેપિટલ્સ માટે આ મુકાબલો જરાય સરળ રહેવાનો નથી.
ટોસ જીત્યા બાદ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે જણાવ્યું કે, "અમે પહેલા બોલિંગ કરીશું. આ પહેલી મેચ છે અને વિકેટ એકદમ તાજી છે. આ લાલ માટીની સખત વિકેટ છે જેનાથી શરૂઆતની 6 ઓવરોમાં મદદ મળી શકે છે. જોકે આંકડા કહે છે કે અહીં પહેલા બેટિંગ કરનારી ટીમો વધુ મેચ જીતે છે, પરંતુ અમને લાગ્યું કે આ સીઝનની પહેલી ગેમ છે, તેથી અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું."
દિલ્હી કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન)
કેએલ રાહુલ (વિકેટકીપર), પાથુમ નિસાંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, લુન્ગી એન્ગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઈંગ ઈલેવન)
એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્ટજે, પ્રિન્સ યાદવ.












Click it and Unblock the Notifications
