Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: મનીષ પાંડે ને ગંદી ગાળો આપતો ધોનીનો વિડિઓ વાયરલ

એકવાર ધોનીને મનીષ પાંડે પર ગુસ્સો આવ્યો અને તેઓ તેને ગંદી ગાળો આપી ચુક્યા.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી ટી 20 મેચમાં ભારત 6 વિકેટે હારી ગયું. હેનરિક ક્લાસેન ઘ્વારા રમવામાં આવેલી ધમાકેદાર ઇંનિંગ અને કેપ્ટન ડ્યુમિની ની ફિફટી દક્ષિણ આફ્રિકાને બીજી ટી20 મેચમાં જીતનો સ્વાદ ચખાડ્યો. હેનરિક ક્લાસેને 30 બોલમાં 3 ચોકા અને 7 છક્કા મારી 69 રનની ઇંનિંગ રમી હતી. હેનરિક ક્લાસેન આઉટ થયા પછી કેપ્ટન ડ્યુમિની એ 40 બોલમાં 64 રન બનાવ્યા. ભારતની વનડે સિરીઝમાં ખાસ ભૂમિકા નિભાવનાર ચહલ ટી20 સિરીઝમાં ફ્લોપ સાબિત થયા. ચહલે 4 ઓવરમાં 64 રન આપી ટી20 ઇન્ટરનૅશનલ મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ચુક્યા છે.

mahendra singh dhoni

મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 189 રન નો ટાર્ગેટ રાખ્યો હતો. ભારત તરફ થી મનીષ પાંડે અને એમએસ ધોની ઘ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવી હતી. જ્યાં મનીષ પાંડેએ 48 બોલમાં 3 છક્કા અને 6 ચોક્કાની મદદથી 79 રન બનાવ્યા. ત્યાં જ એમએસ ધોનીએ 28 બોલમાં 3 છક્કા અને 4 ચોક્કાની મદદથી 52 રન બનાવ્યા. આ બંને બેટ્સમેન વચ્ચે રનિંગ બિટ્વીન વિકેટ શાનદાર રહી. પરંતુ એકવાર ધોનીને મનીષ પાંડે પર ગુસ્સો આવ્યો અને તેઓ તેને ગંદી ગાળો આપી ચુક્યા.

ધોની બોલરનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેમને જોયું કે મનીષ પાંડેનું ધ્યાન ક્યાંક બીજી જગ્યા પર છે. જેના પર ધોની ગુસ્સે થયા. તેમને પોતાની જગ્યા પરથી ચીસ પાડી ને કહ્યું કે "ઓયે, ##$%^&*@ કે ઇધર લે, ઉધર ક્યાં દેખ રહા હૈ". ખરેખર સ્ટમ્પમાં લાગેલા માઈકમાં ધોનીની વાત રેકોર્ડ થઇ ગયી. ધોની ઇચ્છતા હતા કે મનીષ પાંડેનું ધ્યાન ફિલ્ડરો પર હોય પરંતુ તેનું ધ્યાન ભટકી ગયેલું જોઈને ધોની ગુસ્સે થયા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X