MI vs KXIP: પંજાબે ટૉસ જીત્યો, મુંબઈને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ
MI vs KXIP: પંજાબે ટૉસ જીત્યો, મુંબઈને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં મેચ આજે આબુધાબુના શેખ જાયદ સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ એકબીજા સામે મુકાબલો કરવા ઉતરશે. બંને ટીમે પોતાની પાછલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને બંને જ આજની મેચમાં જીત સાથે વાપસી કરવા માંગશે.

કિંગ્સ ઈલેવન પંજાબ માટે કેપ્ટન કેએલ રાહુલે ટૉસ જીત્યો અને પહેલાં બોલિંગ કરવાનો ફેસલો લીધો. જ્યારે પંજાબની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક બદલાવ કરતાં મુરુગન અશ્વિનની જગ્યાએ કૃષ્ણાપ્પા ગૌથમને સામેલ કર્યો ચે. જ્યારે મુંબઈની ટીમે પોતાની ટીમમાં એકેય બદલાવ કર્યા નથી. આજે બંને ટીમ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઈશન કિશાન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિંસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઈંગ ઈલેવનઃ લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, કરુણ નાયર, જેમ્સ નિશમ, સર્ફરાજ ખાન, કૃષ્નાપ્પા ગૌથમ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ, રવિ બિશ્નોઈ.












Click it and Unblock the Notifications
