MI vs PBKS: સૌરભ - પાંડ્યાની તોફાની બેટીંગ, મુંબઇની રોમાંચક જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 42 મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ રહી હતી. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરીને પંજાબન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 42 મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ રહી હતી. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરીને પંજાબને 6 વિકેટે 135 રને રોકી દીધું હતું. આ રનનો પીછો કરતા મુંબઇએ 19 ઓવરમાં ર આ ટાર્ગેટ હાંસલ કરી દીધુ હતુ. મુંબઇએ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 137 બનાવી જીત મેળવી હતી.

મુંબઇ તરફથી બેટીંગ કરતા સૌરભ તિવારીએ 37 બોલમાં 45 રન, હાર્દિક પાંડ્યાએ 30 બોલમાં 40 રન તથા ક્વિંટન ડિ કોકે 29 બોલમાં 27 રન અને કીરન પોલાર્ડે 7 બોલમાં 15 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બોલિંગ કરતા રવિ બિશ્નોઇએ 2 વિકેટ તથા નથન ઇલીસ-મોહમ્મદ શમીએ 1-1 વિકેટ ઝડપી હતી.
પંજાબ તરફથી એડેન માર્કરમે 42 રન બનાવ્યા હતા. તે સિવાય દીપક હુડ્ડાએ 28, કેપ્ટન કેએલ રાહુલે 21, મનદીપ સિંહે 15, ક્રિસ ગેલે 1 અને હરપ્રીત બ્રારે અણનમ 14 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ અને જસપ્રિત બુમરાહે બે -બે વિક્રમ જ્યારે કૃણાલ પંડ્યા અને રાહુલ ચાહરે એક-એક વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
