MI vs RR: આ મેચમાં બન્યા 8 રેકોર્ડ, આઇપીએલમાં સુર્યકુમારના 50 સિક્સ
મંગળવારે આઈપીએલમાં રોહિત શર્માની આગેવાની હેઠળના મુંબઇ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 57 રનથી હરાવ્યું હતુ. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનએ 20 ઓવરમાં ફક્ત 136 ર
મંગળવારે આઈપીએલમાં રોહિત શર્માની આગેવાની હેઠળના મુંબઇ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 57 રનથી હરાવ્યું હતુ. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનએ 20 ઓવરમાં ફક્ત 136 રન બનાવ્યા હતા. આ મેચમાં 8 રેકોર્ડ નોંધાયા છે. આ રેકોર્ડ્સ પર એક નજર નાખીયે.

સુર્યકુમાર યાદવે પુરા કર્યાં 8 અર્ધ શતક
- મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આ મેચમાં બે સિક્સર ફટકારી હતી. આની સાથે જ તેણે આઈપીએલમાં પોતાના 50 સિક્સર પૂરા કર્યા છે.
- આ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે કુલ 23 મેચ રમાઈ હતી, જેમાંથી 11 મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને 11 મેચ રાજસ્થાન રોયલ્સ દ્વારા જીતી હતી. બંને ટીમો વચ્ચે એક મેચ ડ્રો રહી હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સે 12મી વખત રાજસ્થાન સામેની મેચ જીતી લીધી છે.
- સૂર્યકુમાર યાદવે આઈપીએલ કારકિર્દીની 8 મી અડધી સદી ફટકારી હતી.

ત્યાગીએ લીધી કરિયરની પ્રથમ વિકેટ
- 2018 પછી પ્રથમ વખત મુંબઈએ રાજસ્થાન સામેની મેચ જીતી હતી. મુંબઇ રાજસ્થાન સામે તેની છેલ્લી ચાર મેચમાં ચાર હાર્યું છે.
- આ મેચમાં રાજસ્થાન રોયલ્સના યુવા બોલર કાર્તિક ત્યાગીએ તેની આઈપીએલ કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી. કાર્તિકે મુંબઇના ઓપનર ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો હતો.
- આ મેચ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું છે. આ મેચ પહેલા દિલ્હી કેપિટલ્સ ટોચના સ્થાને હતી.

બટલરના 10 અર્ધ શતક પુરા
- આઈપીએલ 2020 માં મુંબઇના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહે સંયુક્ત 18 વિકેટ ઝડપી છે.
- રાજસ્થાન રોયલ્સના અનુભવી ઓપનર જોસ બટલરે આ મેચમાં તેની આઈપીએલ કારકિર્દીની 10 મી અડધી સદી ફટકારી હતી. બટલરે 44 બોલમાં 70 રન બનાવ્યા. તે આઈપીએલમાં 10 અર્ધી સદી ફટકારનાર પ્રથમ વિદેશી ક્રિકેટર બન્યો છે.
આ પણ વાંચો: CSK vs KKR: સુનિલ નરેન પાસે છે આખરી મોકો, અત્યારસુધી રહ્યાં ફેલ












Click it and Unblock the Notifications
