MI Vs RR: મુંબઇના બોલરો સામે ન ટકી શક્યું રાજસ્થાન, આપ્યું માત્ર 91 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 51 મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાયું છે. મુંબઇએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પ્રથમ બેટીંગ કર
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 51 મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાયું છે. મુંબઇએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા 9 વિકેટ ગુમાવી માત્ર 90 રન બનાવ્યા છે. મુંબઇએ જીતવા માટે 91 રન બનાવવાના રહેશે.

ઉલ્લેખનિય છેકે મુંબઇના ફાસ્ટ બોલરો સામે રાજસ્થાનના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. ઇવિન લેવિસે 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સિવાય બીજા ખેલાડી માંડ 2 ડીજીટનો આંકડાના રન બનાવી શક્યા હતા. મુંબઇ તરફથી બોલિંગ કરતા નથન કલ્ટર નાઇલે 4 વિકેટ તથા જેમ્સ નિશમે 3 વિકેટ તથા જસપ્રિત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
