WWC 2017: ભારતીય કપ્તાન મિતાલી રાજે બનાવ્યો વિશ્વ વિક્રમ

આઇસીસી મહિલા વિશ્વ કપ: કપ્તાન મિતાલી રાજે બનાવ્યો વિશ્વ વિક્રમ

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 227 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સાથે જ ભારતીય કપ્તાન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચતાં મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ વિક્રમ પણ પોતાને નામ કરી લીધો હતો. આ મેચ મિતાલી રાજની 183મી વન ડે મેચ હતી. મિતાલીએ પોતાની કારકિર્દીમાં કુલ 5993 રન ફટકારતાંની સાથે ઇંગ્લેન્ડની કારલોટ એડવર્ડ(5992 રન)ને પાછળ છોડતાં આ વિશ્વ વિક્રમ પોતાને નામ કર્યો છે.

mithali raj world record

ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મિતાલી રાજ જ્યારે બેટિંગ કરવા મેદાનમાં પહોંચ્યા ત્યારે તેઓ આ વિશ્વ વિક્રમ તોડવાથી માત્ર 34 રન દૂર હતા. મિતાલી મોટેભાગે ચોથા કે પાંચમા નંબર પર બેટિંગ કરે છે, જ્યારે આ મેચમાં મિતાલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે અને ભારત માટે લાભકારક સાબિત થયો. હવે વન ડે માં સૌથી વધુ રન ફટકારવાનો અને સૌથી વધુ વિકેટ લેવાનો, એ બંન્ને વિશ્વ વિક્રમ ભારતના નામે છે. વન ડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ વિક્રમ ઝૂલન ગોસ્વામીના નામે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X