For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ વાપસી કરનાર પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ભારત સામે રમશે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ટી20 વર્લ્ડ કપ પહેલા દુબઈ પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર કે જેમણે ગયા ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તેઓ ટી20 વર્લ્ડ કપ પહેલા દુબઈ પહોંચી ગયા છે. જો કે તેમની મુલાકાતનો હેતુ સ્પષ્ટ નથી પરંતુ તેઓ ટી20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમમાં ચોક્કસપણે શામેલ નથી. નોંધનીય છે કે પાકિસ્તાન ટીમ પહેલેથી જ દુબઈ પહોંચી ચૂકી છે અને 24 ઓક્ટોબરે ભારત સામે ટી20 વર્લ્ડકપના સફરની શરૂઆત કરશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી

મોહમ્મદ આમિરે ડિસેમ્બર 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને આના માટે મિસ્બાહ ઉલ હક અને વકાર યૂનુસને દોષી ગણાવ્યા હતા. આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ના મેનેજમેન્ટથી નિરાશ થઈને સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યુ હતુ કે જો પીસીબીનુ મેનેજમેન્ટ બદલાશે તો તેઓ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. આમિરની નિવૃત્તિ બાદ પીસીબી મેનેજમેન્ટે તેમને કોઈ પણ આંતરરાષ્ટ્રીય આયોજન માટે ન પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો. આમિરે કહ્યુ હતુ કે પાકિસ્તાન માટે ક્રિકેટ રમવાનો નિર્ણય મુશ્કેલ હતો પરંતુ કોઈ અન્ય વિકલ્પ નહોતો.

'ટીમમાં પસંદગી કરવામાં આવી શકે છે'

'ટીમમાં પસંદગી કરવામાં આવી શકે છે'

જૂન, 2021માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન, મિસ્બાહ ઉલ હકે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ હતુ કે જો આમિર નિવૃત્તિના પોતાના નિર્ણય બદલે અને સારુ પ્રદર્શન કરે તો તેની ટીમમાં પસંદગી કરવામાં આવી શકે છે. આ તરફ પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ આમિર પર પીસીબીને બ્લેકમેલ કરવાની કોશિશનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે આમિર બીજાને પોતાના નિવેદનોથી બ્લેકમેલ કરવા માંગે છે જેથી ટીમમાં તેની વાપસી થઈ શકે. તેના નિવેદનોથી, જેમાં તેમણે કહ્યુ કે તે ઈંગ્લેન્ડમાં રહેશે, નાગરિકતા મેળવશે અને પછી આઈપીએલમાં રમશે, આનાથી તમે તેમના વિચારો સમજી શકો છો.

પરિવાર માટે વાપસી કરવાનો નિર્ણય કર્યો

પરિવાર માટે વાપસી કરવાનો નિર્ણય કર્યો

તમને જણાવી દઈએ કે વર્ષ 2010માં મોહમ્મદ આમિર, સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ સ્પૉટ ફિક્સિંગ સ્કેન્ડલમાં દોષી જણાયા ત્યારે હોબાળો મચી ગયો હતો. બ્રિટિશ ડેઈલીએ એક સ્ટિંગ ઑપરેશન દરમિયાન મોહમ્મદ આમિરને જાણી જોઈને લૉર્ડઝના મેદાન પર નો બોલ ફેંકવા માટે દોષી માન્યો અને આ 18 વર્ષીય ખેલાડીને તેના સાથી ખેલાડીઓ સાથે 5 વર્ષનો પ્રતિબંધ અને જેલની સજા સંભળાવવામાં આવી હતી. 28 વર્ષની ઉંમરે મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો હતો. જો કે બાદમાં આમિરે ખુલાસો કર્યો કે તેણે પોતાના પરિવાર માટે વાપસી કરવાનો નિર્ણય કર્યો.

વકીલ સાથે જ પ્રેમ થઈ ગયો

વકીલ સાથે જ પ્રેમ થઈ ગયો

નોંધનીય છે કે મોહમ્મદ આમિર જ્યારે મેચ ફ્કિસિંગ માટે સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને તેની જ વકીલ સાથે પ્રેમ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડમાં રહેતી પાકિસ્તાની મૂળની નરગિસ ખાને આમિરનો કેસ લડ્યો હતો. આ સુનાવણી દરમિયાન મુલાકાતો વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. જેલમાં સજા ભોગવ્યા બાદ પાકિસ્તાન પાછા આવ્યા બાદ મોહમ્મદ આમિરે નરગીસ ખાન સાથે સંપૂર્ણ વિધિ સાથે લગ્ન કર્યા પરંતુ તેના લગ્ન વિશે 2014માં મોટાભાગના લોકો જાણતા નહોતા કારણકે આમિર જેલમાંથી સજા ભોગવીને આવ્યો હતો અને તે લગ્ન ગુપ્ત રાખવા માંગતો હતો. જો કે 2016માં ક્રિકેટના મેદાનમાં જ્યારે તેણે વાપસી કરી ત્યારે ફરીથી ધામધૂમથી લગ્ન કર્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mohammad Amir returns to cricket, Know he will play against India or not.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X