IND vs PAK: બાબર આઝમને આપી માત, સિરાઝે ઉડાવ્યું સ્ટમ્પ, જુઓ વીડિયો
Mohammad Siraj vs Babar Azam VIDEO, World Cup 2023, IND vs PAK: પાકિસ્તાની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. જેમાં ભારતના બોલર કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મહોમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે લીધી 2-2 વિકેટ લીધી હતી. આ સાથે રવિન્દ્ર જાડેજાએ પણ બે વિકેટ લીધી હતી.
આ સાથે પાકિસ્તનના બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો બાબર આઝમે 58 બોલમાં 50 રન બનાવ્યા હતા. બાબર આઝમની વિકેટ મોહમ્મદ સિરાઝે લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મોહમ્મદ રિઝવાન સાથે 83 રનની શાનદાર ભાગીદારી કર્યા બાદ સિરાજે બાબર આઝમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

મોહમ્મદ સિરાજે બાબરને આપ્યો ઝટકો - બાબર આઝમે પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ક્રિઝ પર સેટ જોવા મળ્યો હતો. બાબર અને રિઝવાનની જોડી લયમાં દેખાઈ રહી હતી અને ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી રહી હતી.
આવી સ્થિતિમાં કેપ્ટન રોહિતે મોહમ્મદ સિરાજને બીજા સ્પેલ માટે પાછો બોલાવ્યો હતો. સિરાજ પણ કેપ્ટનના ભરોસે ખરો અને પહોંચતા જ તેણે બાબરને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો.
મોહમ્મદ સિરાજે ધીમો બોલ ફેંક્યો, જેને સમજવામાં બાબર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. ધીમો હોવા ઉપરાંત, બોલ પણ થોડો નીચો રહ્યો અને બાબરનું બેટ નીચે આવ્યું ત્યાં સુધીમાં બોલ સ્ટમ્પ સાથે અથડાઈ ચૂક્યો હતો. બાબર 58 બોલનો સામનો કર્યા બાદ 50 રન બનાવીને આઉટ થયો હતો.
પાકિસ્તાનની શરૂઆત સારી રહી - ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત સારી રહી હતી. અબ્દુલ શફીક અને ઇમામ ઉલ હકની જોડીએ પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. મોહમ્મદ સિરાજે શફીકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, જ્યારે ઈમામની ઈનિંગ્સનો અંત હાર્દિક પંડ્યાએ કર્યો હતો. આ બંનેના આઉટ થયા બાદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમે જવાબદારી સંભાળી અને ત્રીજી વિકેટ માટે 83 રન જોડ્યા હતા.
Mohammad Siraj you beauty 🔥🔥#INDvsPAK pic.twitter.com/fSwzzo4f5A
— ° (@imGurjar_) October 14, 2023












Click it and Unblock the Notifications
