World Cup 2023: આ ખેલાડીઓએ રમ્યા સૌથી વધુ વર્લ્ડ કપ મેચ, ભારતના કેટલા ખેલાડી શામેલ?
વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. ભારતને 12 વર્ષ બાદ ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક મળશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન કુલ 46 વર્લ્ડ કપ મેચ રમી છે.
રિકી પોન્ટિંગ વર્ષ 1999, 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે બે વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.

ક્રિકેટના ભગવાન કહેવાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાના મામલે બીજા ક્રમે છે. સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન કુલ 45 વર્લ્ડ કપ મેચોમાં ભાગ લીધો છે. છેલ્લી વખત જ્યારે ભારતીય ટીમે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો ત્યારે સચિન તેંડુલકર ટીમનો ભાગ હતો.
આ લિસ્ટમાં શ્રીલંકાના બે પૂર્વ ક્રિકેટર એકસાથે ત્રીજા નંબર પર છે. મુથૈયા મુરલીધરન અને મહેલા જયવર્દને બંનેએ શ્રીલંકા માટે કુલ 40 ODI વર્લ્ડ કપ મેચોમાં ભાગ લીધો છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ પોતાના દેશ માટે કુલ 39 વર્લ્ડ કપ મેચ રમી છે. તે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલિંગ વિભાગનો અભિન્ન ભાગ રહ્યો છે.
પાકિસ્તાનનો વસીમ અકરમ અને શ્રીલંકાના સનથ જયસૂર્યા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાના મામલે પાંચમાં નંબર પર છે. આ બંને ખેલાડીઓ પોતપોતાના દેશો માટે કુલ 38-38 વર્લ્ડ કપ મેચ રમ્યા છે.












Click it and Unblock the Notifications
