Video: ધોનીએ ફેન સાથે રમી સંતાકૂકડીની રમત, પછી ગળે લગાવ્યો

ધોની ક્યારેક જ મેદાન પર ખુલ્લી મજાક કરતા જોવા મળે છે પરંતુ જ્યારે મજાક કરે છે ત્યારે સમાચારોમાં છવાઈ જાય છે.

મહેન્દ્ર સિંહ ધોની જેટલા કૂલ માનવામાં આવે છે એટલા જ ગંભીર પણ છે. તે જ્યારે મજાક પણ કરે છે ત્યારે પોતાની કૂલનેસ નથી ખોતા. રમતના મેદાન પર ઘણીવાર વિપક્ષીઓ માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત દેખાતા ધોની ક્યારેક જ મેદાન પર ખુલ્લી મજાક કરતા જોવા મળે છે. પરંતુ જ્યારે મજાક કરે છે ત્યારે સમાચારોમાં છવાઈ જાય છે. આવી જ એક ઘટના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં થયેલ બીજી વનડે મેચ દરમિયાન જોવા મળી.

ધોનીએ ફેનને દોડાવ્યો

ધોનીએ ફેનને દોડાવ્યો

વાસ્તવમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર ધોનીએ પોતાના એક ફેનને ખૂબ દોડાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે ધોન ટીમના અન્ય ખેલાડીઓ સાથે મેદાન પર હતા અને ધોનીનો એક ફેન સુરક્ષા ઘેરાને તોડીને આ પૂર્વ કેપ્ટનને ગળે મળવા માટે મેદાનમાં પહોંચી ગયો હતો. ધોનીએ આ ફેનને ગળે લગાવ્યો પરંતુ તે પહેલા તેને ખૂબ દોડાવ્યો. વિકેટો વચ્ચે સૌથી ઝડપથી દોડનારા ખેલાડીઓમાંથી એક ધોનીની આ ઝડપ એ સમયે ખૂબ કામમાં આવી.

દોડાવ્યા બાદ ફેનને ગળે મળ્યા

દોડાવ્યા બાદ ફેનને ગળે મળ્યા

જેવી ભારતની બેટિંગ શરૂ થવાનો સમય આવ્યો ભારતીય ટીમ મેદાન પર પહોંચી ગઈ. ધોની તે સમયે વિકેટની પાછળ ઉભા હતા. ત્યારે એક પ્રશંસક સુરક્ષા ઘેરાને તોડીને મેદાન પર આવી ગયો અને ધોનીને ગળે લગાવવાની કોશિશ કરી. ધોનીએ હસતા હસતા એ પ્રશંસકને દોડાવી દોડાવીને ખૂબ થકવાડ્યો. ધોની અને તેના ફેન વચ્ચેની આ ‘રમત' ની તેમના સાથી આનંદ ઉઠાવી રહ્યા હતા. આ દરમિયાન પ્રશંસક પણ જિદ્દી હતો અને ધોનીની પાછળ દોડતો રહ્યો અને છેવટે તેમને ગળે લગાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન તે ધોનીના પગે પણ લાગ્યો. બાદમાં સુરક્ષાકર્મી તેને પકડીને બહાર લઈ ગયા.

છૂપાવાની કોશિશ કામ ન આવી

છૂપાવાની કોશિશ કામ ન આવી

આ પહેલા જ્યારે આ પ્રશંસક મેદાનમાં ધોનીની પાછળ આવ્યો હતો ત્યારે ધોનીએ રોહિત શર્માની પાછળ છૂપાવાની કોશિશ પણ કરી. પરંતુ આ રીત વધુ કારગર સાબિત ન થઈ એટલે તેમણે દોડવાનું જ વધુ સારુ માન્યુ. ધોનીની દોડ એટલી ઝડપી હતી કે પ્રશંસક માટે તેમને પકડવુ સંભવ નહોતુ. જો કે વિકેટ પાસે જઈને ધોની રોકાઈ ગયા અને ત્યારબાદ તેમના પ્રશંસકે તેમને ગળે લગાવ્યા અને પાછા જતા રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X