MS dhoni retirement news : રિટાયર્મેન્ટને લઈને ધોનીએ મૌન તોડ્યુ, જાણો શું કહ્યું?
MS dhoni retirement news : IPL 2025 ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે અત્યાર સુધી ખાસ રહી નથી. ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો સામે પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો છે.
આ નિરાશાજનક પ્રદર્શન પછી ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકોમાં ફરીથી એક ચર્ચા ગરમાઈ છે કે શું હવે ધોની નિવૃત્તિ લેશે?

CSKની દિલ્હી સામે થયેલી હાર પછી ઘણા લોકોનો મત છે કે મહેન્દ્ર સિંહ ધોની હવે પહેલાં જેવો પ્લેયર રહ્યો નથી અને તેની ધીમી બેટિંગ અને મર્યાદિત મૉબિલિટી કારણે ટીમને નુકસાન પહોંચી રહ્યું છે.
આ માહોલ વચ્ચે પ્રથમ વખત મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાનાં રિટાયર્મેન્ટના સમાચાર પર પોડકાસ્ટમાં મૌન તોડ્યું છે. પોતાનું ભવિષ્ય અંગે સ્પષ્ટતા કરતાં ધોનીએ કહ્યું કે, હું હાલમાં પણ IPL રમી રહ્યો છું.
આગળ ધોનીએ કહ્યું કે, મેં તમામ બાબતોને સરળ રાખી છે. હું દરેક વર્ષે એક વખત વિચારું છું. હાલમાં હું 43 વર્ષનો છું અને IPL 2025 પૂરી થાય ત્યાં સુધી હું 44 વર્ષનો થઈ જઈશ. એ પછી હું રમતો રહીશ કે નહિ એ નિર્ણય લેવા માટે મારી પાસે 10 મહિનાનો સમય છે
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ધોની કોઈ ઉતાવળમાં નથી અને તે પોતાનું ભવિષ્ય પોતાની તંદુરસ્તી પર આધાર રાખીને નક્કી કરશે. ધોનીએ આગળ કહ્યું કે, મારું શરીર નક્કી કરે છે કે હું આગળ રમી શકીશ કે નહીં. જો હું ફિટ રહીશ તો હું આગામી સિઝનમાં પણ રમવા માટે તૈયાર છું.
CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ મેચ બાદ આપેલા નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે ધોનીની નિવૃત્તિનો નિર્ણય માત્ર ધોની જ લઈ શકે છે.
ફ્લેમિંગે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ છે અને તેની રમત પણ મજબૂત છે. હું તેના સાથે કામ કરીને ખૂબ ખુશ છું. તેનો અનુભવ અને લીડરશિપ હજુ પણ ટીમ માટે ખૂબ મહત્વની છે. ધોનીના નિવેદન બાદ CSKના ચાહકોમાં એક પ્રકારની રાહત જોવા મળી છે.
હવે મોટો સવાલ એ છે કે શું ધોની IPL 2026માં પણ રમશે? ધોનીના નિવેદન મુજબ, તે બધા નિર્ણય તેના શરીર પર આધાર રાખીને લેશે. હાલમાં તો એ સ્પષ્ટ છે કે IPL 2025 તેમની છેલ્લી સિઝન નહીં હોય.












Click it and Unblock the Notifications
