MS dhoni csk captain : 2 વર્ષ બાદ ધોનીની કેપ્ટન તરીકે વાપસી, ફરી સંભાળશે CSKની કમાન
ms dhoni csk captain : મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ માટે ખુશીની સમાચાર છે. મહેન્દ્ર સિંહ ધોની ફરીથી કેપ્ટનની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
બે વર્ષ પછી ધોની ફરીથી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કમાન સંભાળશે. ધોનીના ફેન્સને એકવાર ફરીથી તેમની કેપ્ટન્સી જોવાની તક મળશે.

CSKના હાલના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ કોણીની ઇજાને કારણે ટીમમાંથી બહાર છે. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે પુષ્ટિ કરી છે કે હવે ધોની ફરીથી ટીમનું નેતૃત્વ કરશે. ચેન્નઈ હવે આવનારા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતરશે.
28 વર્ષીય રુતુરાજને રાજસ્થાન રોયલ્સ સામે રમતી વખતે તુષાર દેશપાંડેની બોલ પર ઈજા થઈ હતી. તેમ છતાં તેણે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ સામેના મેચમાં રમવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઈજા ગંભીર હોવાના કારણે અંતે બહાર થવું પડ્યું હતું.
આ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ નહીં રહ્યું. અત્યાર સુધીમાં 5 માંથી 4 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઇ ઈન્ડિયન્સ સામે ઘરઆંગણે રમાયેલો એક જ મેચ ટીમ જીતી છે.
ખાસ કરીને ટીમની બેટિંગ વિભાગે ચાહકોને નિરાશ કર્યા છે. જો ટીમને પ્લેઓફમાં પહોંચવું હોય તો બેટિંગમાં ઝડપથી સુધારાઓ કરવાની જરૂર છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લે કેપ્ટન તરીકે 2023ની આઈપીએલમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. એ સિઝનમાં ચેન્નઈએ ફાઈનલ મેચ જીતીને ખિતાબ પર કબજો કર્યો હતો.
ગુજરાત ટાઈટન્સ સામેના એ મેચમાં રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં વિજયી શોટ ફટકાર્યા હતા. તે પછી હવે ધોની ફરી એકવાર કેપ્ટન બનીને મેદાનમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
