વર્ષ 2016: લોકો આખુ વર્ષ ગૂગલ પર ધોનીની ગર્લફ્રેંડને શોધતા રહ્યા

Subscribe to Oneindia News

આ વર્ષની 100 કરોડ ક્લબમાં સામેલ થનારી કેપ્ટન ધોનીની બાયોપિક 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ની રિલીઝ પહેલા કોઇને ખબર નહોતી કે મિસ્ટર કૂલના નામથી પ્રખ્યાત માહીની લાઇફમાં તેની પત્ની સાક્ષી રાવત પહેલા પણ કોઇ હતુ જેને તે ખૂબ જ પ્રેમ કરતો હતો.

dhoni

ધોની સાક્ષી પહેલા બીજા કોઇને પ્રેમ કરતો હતો

ફિલ્મ રિલીઝ થયા બાદ બધાને ખબર પડી કે ધોનીના સંઘર્ષના દિવસોમાં તેને ભરપૂર સાથ આપનારી એક સુંદર છોકરી હતી જેનું નામ પ્રિયંકા હતુ અને જે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. ધોની તેને પોતાના પ્રેમનો એકરાર કરે તે પહેલા તે એક દુર્ઘટનાનો શિકાર બની ગઇ. ફિલ્મમાં પ્રિયંકાની ભૂમિકા સુંદર અભિનેત્રી દિશા પટનીએ નિભાવી છે.

disha

ગૂગલ પર લોકોએ સૌથી વધુ દિશા પટનીને શોધી

તેની સાદગી પર લોકો એટલા ફિદા છે કે તેના વિશે દરેક વસ્તુ શોધવામાં લાગી પડ્યા. જેના કારણે દિશા પટની આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી. ખાસ વાત એ છે કે દિશા બહુ રિઝર્વ પર્સન છે અને તે સોશિયલ મીડિયામાં પણ બહુ એક્ટિવ હોતી નથી. તેમછતાં લોકો તેના વિશે સૌથી વધુ બેચેન દેખાયા.

દિશા મૂળ યુપીના બરેલીની વતની

મૂળ રુપે બરેલીની વતની દિશાએ આ પહેલા સાઉથની હિટ ફિલ્મ લોફરમાં કામ કર્યુ હતુ. બોલીવુડમાં તેણે 'ધોની: અનટોલ્ડ સ્ટોરી' થી પગરણ માંડ્યા. આ પહેલા સમાચાર આવ્યા હતા કે દિશાએ એક એક્ટર ટાઇગર શ્રોફને ડેટ કર્યો છે પરંતુ બંનેમાંથી કોઇએ આ વાતો પર ખુલીને કોઇ દિવસ કંઇ કહ્યુ નથી.

English summary
MS Dhoni, The Untold Story's Actress Disha Patani is Google most trending Bollywood actresses of 2016.
Please Wait while comments are loading...