માય ખેલ ફેન્ટસી ટિપ્સ: 7 એપ્રિલે મુંબઈ અને ચેન્નાઇ સામસામે

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચો 7 એપ્રિલે શરૂ થઇ રહી છે. જેમાં આવતી કાલે ગયા વર્ષે ચેમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન અને 2 વાર આઇપીએલ ચેમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ ટીમ વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. ત્રણ વાર ચેમ્પિયન રહી ચુકેલી મુંબઈ ઇન્ડિયન્સ ફરી પોતાનો વિજયરથ આગળ વધારવા ઇચ્છશે. જયારે બે વર્ષ પછી પાછી આવેલી ચેન્નાઇ સુપર કિંગ્સ ફરી પોતાને ચેમ્પિયન સાબિત કરવાનો પ્રયાસ કરશે. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ ટીમના કેપ્ટન બન્યા છે.

My khel fantasy tips

સારા ખેલાડી: ઈશાન કિસને હાલમાં ખુબ જ નામ કમાયું છે. વિકેટકીપર અને બેટ્સમેન તરીકે વર્ષ 2016 દરમિયાન અંડર 19 વર્લ્ડ કપ પછી તેઓ સારું પ્રદર્શન કરતા આવ્યા છે.

ફેન્ટસી ક્રિકેટ માટે કેપ્ટન અને વાઇસ કેપ્ટન: સુરેશ રૈના મિસ્ટર આઇપીએલ તરીકે ફેમસ છે. આઇપીએલ માં તેમને વારંવાર સારા રન બનાવ્યા છે. ફરી એકવાર તેઓ આઇપીએલ માં સારું પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે પ્રયાસ કરશે. શેન વોટસન પણ સારો વિકલ્પ બની શકે છે. શેન વોટસન એકલા એવા ખેલાડી છે જેમને 2500 રન સાથે 75 વિકેટ પણ લીધી છે. વર્ષ 2008 અને 2013 દરમિયાન તેઓ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ પણ રહી ચુક્યા છે.

સ્માર્ટ પીક: ઇમરાન તાહિરે 32 આઇપીએલ મેચોમાં 24 રનની એવરેજ થી 47 વિકેટો લીધી છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

માય ઇલેવન: સુરેશ રૈના (કેપ્ટન), શેન વોટસન (વાઇસ કેપ્ટન), ઈશાન કિસન, ઇમરાન તાહિર, રોહિત શર્મા, ઈવેન લેવિસ, જસપ્રીત બુમરાહ, કેએમ આસિફ, પેટ કમિન્સ, કૃણાલ પંડ્યા, કેદાર જાધવ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
My khel fantasy tips mumbai vs chennai on april 7

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.