ભારતીય ક્રિકેટ ટીમના કોચ માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે અરજી કરી? જાણો શું છે હકિકત?
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્વવિડનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે અને નવા કોચ માટે બીસીસીઆઈએ આવેદન મંગાવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોચ માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે અરજી કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી તેની સમયમર્યાદા 27મી મેના રોજ પુરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી નવા કોચનો ખુલાસો થયો નથી.

આ દરમિયાન એક રસપ્રદ માહિતી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર હેડ કોચ માટે 3000 થી વધુ અરજીઓ મળી છે. આમાંની મોટાભાગની અરજીઓ નકલી હતી. આમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર, BCCIને મુખ્ય કોચ માટે 3000થી વધુ અરજીઓ મળી છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સચિન તેંડુલકર, પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને વીરેન્દ્ર સેહવાગ સહિતના નામે અરજીઓ મળી છે.
આ તમામ અરજીઓ નકલી છે. બીસીસીઆઈએ અરજી માટે ગૂગલ ફોર્મ શેર કર્યું હતું. જો કે આ ફોર્મ થોડા સમય બાદ દૂર કરવામાં આવ્યું હતું.
રાહુલ દ્રવિડ હાલ ટીમ ઈન્ડિયાના કોચ છે. તે હાલમાં તેમની બીજી ટર્મમાં સેવા આપી રહ્યા છે. પરંતુ હવે તેણે તેમને આગળ કામ કરવાનો જવાનો ઈન્કાર કરી દીધો છે. દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થશે.
આ પછી જવાબદારી કોને મળશે તે હજુ બહાર આવ્યું નથી. દ્રવિડના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી હતી. અહીં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઘણા પૂર્વ ખેલાડીઓના નામ ચર્ચામાં હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગનું નામ સામે આવ્યું હતું. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે બોર્ડે મુખ્ય કોચ માટે કોઈ ઓસ્ટ્રેલિયન સાથે વાત કરી નથી.












Click it and Unblock the Notifications
