વિશ્વકપમાં પાકિસ્તાનના નામનો આ રેકોર્ડ કોઇ તોડવા નહીં ઇચ્છે!

એડીલેડ, 20 માર્ચ: વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પાકિસ્તાને એક અનિચ્છિનિય રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. પાકિસ્તાનની આખી ટીમ આ મેચમાં 213 રન પર આઉટ થઇ ગઇ. વિશ્વકપના ઇતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે કોઇ ટીમના તમામ ખેલાડીઓ કેચઆઉટ થયા હોય.

pak
આ મેચમાં પાકિસ્તાનની ખરાબ બોલિંગના પગલે વિશ્વકપમાં પાકિસ્તાનના સપનાઓને ઝટકો લાગી શકે છે. આપને જણાવી દઇએ કે વિશ્વકપની કોઇ મેચમાં પાકિસ્તાની ટીમના તમામ ખેલાડીઓ કેચ આઉટ થયા હોય એવું ત્રણ વાર પાકિસ્તાનની સાથે બની ચૂક્યું છે. આ મેચ પહેલા પણ ભારતની વિરુદ્ધ પાકિસ્તાનના તમામ ખેલાડીઓ કેચ આઉટ થયા હતા.

જ્યારે વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ મેચમાં પણ પાકિસ્તાનની તમામ વિકેટ કેચ આઉટ તરીકે પડી હતી. આ પ્રકારે આવું કામ વિશ્વકપમાં સૌથી વધારે વખત કરવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે થઇ ગયો છે. પાકિસ્તાન ઉપરાંત આ વર્લ્ડકપમાં સ્કોટલેંડની ટીમના પણ તમામ ખેલાડીઓ કેચ આઉટ થયા હતા. સ્કોટલેંડે આ અનોખુ કામ ઇંગ્લેંડની વિરુદ્ધ ઓલ આઉટ થઇને કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X