For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયા કપ 2018: પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો 8 વિકેટે વિજય

પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગને પસંદગી આપી

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેદાની ટક્કર થવા જઈ રહી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને પહેલા ટોસ જીતી બેટિંગને પસંદગી આપી છે. જણાવી દઈએ કે ભારત કુલ 6 વખત એશિયા કપનું ટાઈટલ જીત્યું છે જ્યારે પાકિસ્તાન માત્ર 2 વખત જ ટાઈટલ જીતી શક્યું છે. ગતરોજ ભારત અને હોંગકોંગ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારતનો 26 રને વિજય થયો હતો. ભારત-પાકિસ્તાન મેચની લાઈવ અપડેટ માટે અમારી સાથે બન્યા રહો.

asia cup

Newest First Oldest First
11:09 PM, 19 Sep

ભારતનો 8 વિકેટે વિજય, રોહિત શર્માએ 52, શિખર ધવને 46 અને રાયડુ તથા દિનેશ કાર્તિકે 31-31 રન ફટકાર્યા.
8:09 PM, 19 Sep

162 રનમાં પાકિસ્તાન ઓલ આઉટ, ભારતને જીતવા માટે મળ્યો 163 રનનો ટાર્ગેટ.
8:05 PM, 19 Sep

160 રને પાકિસ્તાનને લાગ્યો નવમો ફટકો
7:27 PM, 19 Sep

પાકિસ્તાનને લાગ્યો સાતમો ફટકો, કેદાર જાદવે ખેરવી 3 વિકેટ.
7:08 PM, 19 Sep

કેદાર જાધવની ધમાકેદાર બોલિંગ, આસિફ અલીને કર્યો પેવેલિયન ભેગો.
7:03 PM, 19 Sep

પાકિસ્તાનને લાગ્યો પાંચમો ફટકો, અંબાતી રાયડુએ શોએબ મલિકને કર્યો રન આઉટ
6:56 PM, 19 Sep

સ્ટ્રેચર પર બેસાડીને હાર્દિક પંડ્યાને બહાર લઈ જવામાં આવ્યો. જુઓ ફોટો.
6:53 PM, 19 Sep

કેદારના બોલમાં સરફરાઝ આઉટ, મનિષ પાંડેએ પકડ્યો શાનદાર કેચ. પાકિસ્તાનનો સ્કોર 24.5 ઓવર પર 96/4.
6:44 PM, 19 Sep

કુલદીપ યાદવે બાબર આઝમને કર્યો પેવેલિયન ભેગો
6:42 PM, 19 Sep

હાર્દિક પંડ્યા ઘાયલ થયો, સ્ટ્રેચર પર બેસાડીને પંડ્યાને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો.
5:39 PM, 19 Sep

7 ઓવર પર પાકિસ્તાનનો સ્કોર 20/2. ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ખેરવી
5:37 PM, 19 Sep

7 ઓવર પર પાકિસ્તાનનો સ્કોર 20/2. ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ખેડવી
5:27 PM, 19 Sep

5 ઓવરે પાકિસ્તાનનો સ્કોર 4/2
5:24 PM, 19 Sep

ત્રણ રનના સ્કોરે ભુવનેશ્વર કુમારે પાકિસ્તાનને આપ્યો બીજો ઝાટકો, ફખર જમન 0 રને આઉટ.
5:22 PM, 19 Sep

પાકિસ્તાનના બેટ્સમેનનું ટેન્શન વધારી રહ્યો છે જસપ્રીત બુમરાહ, સતત બીજી ઓવર મેડન.
5:18 PM, 19 Sep

ત્રણ ઓવરે પાકિસ્તાનનો સ્કોર 3/1
5:14 PM, 19 Sep

ક્રિઝ પર આવ્યો બાબર આઝમ
5:13 PM, 19 Sep

ભુવનેશ્વરની બોલ પર ઈમામ-ઉલ-હક આઉટ, ધોનીએ કર્યો કેચ. સ્કોર 2/1 (2.1)
5:08 PM, 19 Sep

પહેલી ઓવરમાં ભુવનેશ્વર કુમારે આપ્યા માત્ર બે રન
4:58 PM, 19 Sep

ભારત- રોહિત શર્મા, શિખર ધવન, અંબાતિ રાયડુ, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
4:57 PM, 19 Sep

પાકિસ્તાન- ફખર જમન, ઈમામ ઉલ હક, બાબર આઝમ, શોએબ મલિક, સર્ફરાઝ અહમદ, આસિફ અલી, શાદાબ ખાન, ફહીમ અશરફ, મોહમ્મદ આમિર, હસન અલી, ઉસ્માન ખાન
4:56 PM, 19 Sep

ખલિલ એહમદની જગ્યાએ બુમરાહ અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ.
4:55 PM, 19 Sep

પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગને પસંદગી આપી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
pakistan won toss and elected batting first, stay tune for live update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X