જુઓ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની લાડલી જિવાની પહેલી ઝલક
નવી દિલ્હી, 3 માર્ચ: આખરે ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી દીકરી જિવાની પહેલી ઝલક લોકોની સામે આવી જ ગઇ. ધોનીની પત્ની અને ઝિવાની લવિંગ મોમ સાક્ષી સિંહ ધોનીએ સોમવારે મોડી રાત્રે ટ્વિટર પર બેબીની તસવીર પોસ્ટ કરી છે, જોકે આ તસવીરમાં બેબીની તસવીર નથી દેખાઇ રહી, પરંતુ તેના નાના-નાના હાથ દેખાઇ રહ્યા છે, જે તેની માતાની હથેળીને અડી રહ્યા છે. સાક્ષીએ તસવીરનું ટાઇટલ આપ્યું છે- bundle of joy... અને સાથે જ લોકોનો તેમની પ્રાર્થના માટે આભાર વ્યક્ત કર્યો છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પોતાની દીકરીને મળવા માટે ઇન્ડિયા જઇ રહ્યા છે તો ધોનીએ જણાવ્યું હતું કે હું મારી દીકરીના જન્મ પર ખૂબ જ ખુશ છું, પરંતુ હાલમાં હું ભારત જઇ શકું તેમ નથી કારણે હાલમાં હું દેશની ડ્યૂટી કરી રહ્યો છું. ભારતની જનતા હાલમાં મારી સામે ખૂબ જ આશાની નજરોથી જોઇ રહી છે, એવામાં હું તેમની આશાને અધરમાં તો છોડી શકું નહીં. બાકીની વસ્તુઓ વેઇટ કરી શકે છે પરંતુ વિશ્વકપ ના કરી શકે.
આપને જણાવી દઇએ કે જેવું સાક્ષીએ બેટી જિવાની તસવીર ટ્વિટ કરી છે એક વાર ફરી તેમને શુભેચ્છા પાઠવનારની હોડ લાગી ગઇ.
Bundle of Joy !! pic.twitter.com/l4NDhdXFR4
— Sakshi Singh Dhoni (@SaakshiSRawat) March 2, 2015 











Click it and Unblock the Notifications
