Preview: મુંબઇ ઇન્ડિયન્સ વિ. KKR..મુકાબલો રહેશે રસપ્રદ

આઇપીએલની 10માં સિઝનમાં કેકેઆર એ પોતાની પહેલી જ મેચમાં ગુજરાત લાયન્સને હરાવી ધમાકેદાર શરૂઆત કરી છે.

રવિવારે રાત્રે આઠ વાગ્યે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે કલકત્તા નાઇટ રાઇડર્સ તથા મુંબઇ ઇન્ડિયન્સ ની મેચ રમાશે. આઇપીએલ 2017 માં કેકેઆર એ પોતાની પહેલી મેચમાં ગુજરાત લાયન્સ ને હરાવી ધમાકેદાર શરૂઆત કરી છે. તો બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પોતાની પહેલી મેચ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ સામે હારી ચૂકી છે. આથી મુંબઇની ટીમ પર આ મેચ જીતવાનું દબાણ છે.

Mumbai Vs KKR
  • આજે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પોતાના ઘર આંગણે મેચ રમતી હોવાને કારણે તે શાનદાર રમત સાથે આઇપીએલની 10મી સિઝનમાં વાપસી કરે એવી પૂરી શક્યતા છે.
  • મુંબઇની ટીમને લશિથ મલિંગા પર સૌથી વધુ વિશ્વાસ છે, ટીમની પહેલી મેચ તેઓ રમી નહોતા શક્યાં. પરંતુ આજની મેચમાં તે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઇ શકે છે.
  • મલિંગાને કારણે ટીમના અન્ય મજબૂત ખેલાડીઓ ટિમ સાઉદી, હાર્દિક પંડ્યા, મિશેલ મૈક્લેગન તથા જસપ્રીત બુમરાહને સારો સાથ મળી રહેશે.
  • પ્રથમ વિજય બાદ શાહરૂખ ખાનની ટીમ કેકેઆર આત્મવિશ્વાસથી ભરપૂર છે. ટીમના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે.
  • કેકેઆર પાસે ગૌતમ ગંભીર ઉપરાંત મનીષ પાંડે, રોબિન ઉથપ્પા, સૂર્યકુમાર યાદવ, યૂસુફ પઠાણ જેવા બેટ્સમેન છે, જેઓ ગમે ત્યારે ગેમ ચેન્જ કરી શકવા સક્ષમ છે.
  • બંન્ને ટીમો પાસે મજબૂત અને ઉત્તમ ખેલાડીઓ છે અને આથી જ ક્રિકેટ રસિયાઓ રસાકસીવાળી મેચની આશા રાખીને બેઠા છે.

સંભાવિત ટીમોઃ

મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, પાર્થિવ પટેલ, જોસ બટલર, અંબાતી રાયડુ, કેરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, નિતિશ રાણા, મિશેલ મૈક્લેગન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા

કલકત્તા નાઇટ રાઇડર્સ - ગૌતમ ગંભીર(કપ્તાન), ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ક્રિસ વોક્સ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, સુનીલ નરેન, ટ્રેંટ બાઉલ્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X