Preview : આરસીબી vs પંજાબ, બંને ટીમોની છે જીત પર નજર
કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર આજે મેચ રમશે. બંન્ને ટીમો સતત બીજી મેચમાં વિજય મેળવવાની આશા સાથે ઉતરશે મેદાનમાં.
આઇપીએલ 10 ની આઠમી મેચ આજે રમાશે. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમાં રમાશે. પ્રથમ મેચમાં આરસીબીએ હારનો સામનો કર્યા હતો, જે બાદ તેને દિલ્હીની ટીમને હરાવી હતી. દિલ્હીને હરાવ્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ સાથે તે આજે ફરી મેદાનમાં ઉતરશે. ત્યાં જ કિંગ્સ ઈલેવનની ટીમે સિઝનની શરૂઆત વિજય સાથે પ્રારંભ કરી હતી. હવે આ મેચમાં આ વિજય કૂચ ચાલુ રહે છે કેમ તે જોવાનું રહેશે.

તેમની પ્રથમ મેચમાં પંજાબએ પુણેની ટીમને સરળતાથી હરાવીને પોતાની જોરદાર શરૂઆત કરી હતી. કેપ્ટન મેક્સવેલે જે પ્રકારે મીડલ ઓર્ડરમાં આવીને ૨૦ બોલમાં અણનમ ૪૪ રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો, તે ખૂબ જ શાનદાર હતો. જો કે આ વખતે પણ જો કેપ્ટન મેક્સવેલ તેમના એ જ ફોર્મમાં પાછા આવ્યા તો સામે વાળી ટીમની મુશ્કેલી ફરી એક વાર વધી શકે છે. અને આ વાત આરસીબી ટીમ પણ સારી રીતે જાણે છે.
પંજાબની બેટીંગ લાઈનઅપમાં અમલા, મીલર, સાહા જેવા બેટ્સમેનો પણ છે, જેઓ મેચને કોઈ પણ મોટો સ્કોર્સ સુધી પહોંચાડવા માટે ક્ષમતા ધરાવે છે. એક બાજુ જ્યાં કપ્તાન ગ્લેન મેક્સવેલ તેમની બેટિંગ દ્વારા પ્રથમ મેચમાં અદભૂત પરફોમન્સ બતાવ્યું છે, ત્યાં જ બીજી બાજુ ડેવિડ મિલર, ટીમ માટે મહત્વના બેટ્સમેન સાબિત થઇ શકે છે. પંજાબ ટીમ પાસે પડકારો આપવા માટે સારા બોલર છે. આરસીબી પાસે એવા બેટ્સમેન છે જે કોઇની બોલરની બોલિંગ સારી રીતે રમી શકે છે.
શરૂઆતના બે મેચોમાં આરસીબીના બેટ્સમેન ક્રિસ ગેઈલ કંઇ ખાસ નથી કરી શક્યા. તેથી આ મેચમાં તેઓ પોતાનો પર્ફોમન્સ સુધારી શકે તેવી સંભાવના છે. તેવામાં જો ગેઈલ રમે તો પંજાબની ટીમને મોટી મુશ્કેલમાં પડી શકે છે. આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલી અને અબી દવિલિયર્સ આજે પણ નહીં રમે. તેવામાં ટીમની મહત્વની ભૂમિકા ગેઈલ, શેન વોટસન, ટ્રાવિસના પર્ફોમન્સ પર જ આધારિત રહશે.












Click it and Unblock the Notifications
