પુલવામા હુમલોઃ વિશ્વકપમાં પાક સામે ભારત નહિ રમે તો આવી શકે છે આ પરિણામ
બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે જો ભારત સરકાર ઈચ્છે છે કે અમે વિશ્વકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તે બેશક અમે પાકિસ્તાન સામે નહિ રમીએ.
પુલવામાં આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાનને અલગ પાડવાની મુહિમ કરી રહ્યુ છે. આ વર્ષે યોજાનારા વિશ્વ કપ માટે બીસીસીઆઈના સૂત્રોએ મોટી વાત કહી છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે જો ભારત સરકાર ઈચ્છે છે કે અમે વિશ્વકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તે બેશક અમે પાકિસ્તાન સામે નહિ રમીએ. બીસીસીઆઈના સૂત્રએ આ વિશે કહ્યુ છે કે અમુક સમય બાદ આ વિશે સ્થિતિ સ્પષ્ટ થશે જ્યારે વિશ્વકપની નજીક પહોંચીશુ.

બીસીસીઆઈના સૂત્ર અનુસાર આઈસીસીને આની સાથે કોઈ લેવાદેવા નથી. જો સરકારને કોઈ પણ સમયે એવુ લાગે કે આપણે પાકિસ્તાન સાથે ન રમવુ જોઈએ તો બેશક પાકિસ્તાન સામે નહિ રમીએ. જો કે બીસીસીઆઈએ એ પણ કહ્યુ છે કે જો ભારત પાકિસ્તાન સામે નહિ રમે તો પાકિસ્તાનને આ મેચના પોઈન્ટ મળી જશે અને તે મેચ રમ્યા વગર જ વિશ્વકપ જીતી શકે છે. અમે આ અંગે હજુ સુધી આઈસીસીનો સંપર્ક કર્યો નથી.
તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા બાદ સતત એ અંગે માંગ ઉઠી રહી છે કે ભારતે પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર હરભજન સિંહે પણ આ અંગે માંગ કરી હતી કે ભારતે વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ. હરભજન સિંહે કહ્યુ કે આ આપણા માટે મુશ્કેલીનો સમય છે. આપણે આપણા સુરક્ષાબળો પર થયેલા હુમલાથી દુઃખી છીએ, આ અવિશ્વસનીય હતુ. આપણે આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યુ કે મને નથી લાગતુ કે પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધ હોવા જોઈએ. જો આપણે તેની સાથે રમતા રહીશુ તો આપણી સાથે આ જ રીતનો વ્યવહાર કરશે.












Click it and Unblock the Notifications
