IPL ચેન્નઇ અને રાજસ્થાનના બદલે બની રાજકોટ અને પૂણેની ટીમ
આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની જગ્યાએ બે નવી ટીમોને જગ્યા મળી. આઇપીએલની બે નવી ટીમોમાં પુણે અને રાજકોટનો સમાવેશ થયો છે. સંજીવ ગોયનકાને પુણે ટીમની આઇપીએલની નીલામી ખરીદી છે. જ્યારે ઇંટેક્સે રાજકોટ ટીમની નીલામી પોતાના નામે કરી છે.

બીસીસીઆઇની વર્કિંગ કમીટીએ ચેન્નઇ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સ ટીમને બહારનો રસ્તો બતાવ્યા પછી આ બે નવી ટીમોને એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બન્ને નવી ટીમોને બે વર્ષની માન્યતા આપી છે. સાથે જ આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની બે વર્ષ પછી પરત ફરશે તો આ બન્ને ટીમની માન્યતા રદ્દ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
