R Ashwin Record: અશ્વિન તોડી શકે છે આ મહા રેકોર્ડ, બાંગ્લાદેશ સામે કરશે આ કારનામુ
R Ashwin Record: ભારતીય ટીમના ખેલાડીઓ વર્તમાન સમયમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા હવે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમશે. આ સમય દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ફરી એકવાર એકસાથે એક્શનમાં જોવા મળશે.
બાંગ્લાદેશ સામે આ શ્રેણી રમવામાં હજુ સમય છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જોકે આર અશ્વિનનું આ ટીમમાં હોવું નિશ્ચિત છે.
આ દરમિયાન અશ્વિન મોટો રેકોર્ડ હાંસલ કરી શકે છે. અશ્વિન હંમેશા ભારતીય પીચો પર ટીમ ઈન્ડિયાનો સ્ટાર રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા તેને પ્લેઇંગ 11માં તક આપી શકે છે.
અશ્વિન પાસે છે શાનદાર તક - ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિનનું નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાં સામેલ થઈ ગયું છે. તેણે પોતાની સ્પિન બોલિંગથી મોટા બેટ્સમેનોને પરેશાન કર્યા છે, અને હવે તેની પાસે વધુ એક મોટો રેકોર્ડ તોડવાની તક છે.
મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 800 વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધરનના નામે છે. આ સિવાય તેણે 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. અશ્વિન હવે આ રેકોર્ડની ખૂબ નજીક છે.

અશ્વિન અત્યાર સુધી 10 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતી ચૂક્યો છે, અને જો તે વધુ બે વખત આ એવોર્ડ જીતશે, તો મુરલીધરનનો રેકોર્ડ તૂટી જશે.
આ સિદ્ધિ સાથે અશ્વિન વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ખેલાડી બની જશે. જોકે, બાંગ્લાદેશ સામેની આ શ્રેણીમાં તે તેની બરાબરી કરી શકે છે.
અશ્વિન પણ તોડી શકે છે આ રેકોર્ડ - અશ્વિન પાસે ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝમાં વધુ એક રેકોર્ડ તોડવાની સુવર્ણ તક હશે.
આ સિરીઝમાં બે મેચ રમાશે અને અશ્વિનની નજર આ સિરીઝમાં માત્ર મુરલીધરનના રેકોર્ડ પર જ નહીં, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ મહાન કર્ટની વોલ્શના 519 ટેસ્ટ વિકેટના રેકોર્ડને પણ પાછળ છોડશે.
આર અશ્વિને અત્યાર સુધીમાં 516 ટેસ્ટ વિકેટ લીધી છે, અને જો તે આ સિરીઝમાં વોલ્શને પાછળ છોડી દેશે, તો તે તેની કારકિર્દીની બીજી મોટી ઉપલબ્ધિ હશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
