મેક્સવેલ- ડિવિલિયર્સની તોફાની ઈનિંગ પહેલાં રાહુલ ત્રિપાઠીના શાનદાર કેચે જીત્યું દિલ- Video
મેક્સવેલ- ડિવિલિયર્સની તોફાની ઈનિંગ પહેલાં રાહુલ ત્રિપાઠીના શાનદાર કેચે જીત્યું દિલ- Video
IPL 2021ની સિઝનમાં પહેલા ડબલ હેડર મુકાબલાની ધમાકેદાર અંદાજમાં શરૂઆત થઈ છે કેમ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બે બેટ્સમેનોએ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરને હંફાવી મૂક્યા.

વિરાટ કોહલીએ ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો, જેમને વરુણ ચક્રવર્તીએ બીજી જ ઓવરમાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. રાહુલ ત્રિપાઠીએ શાનદાર કેચ પકડી બધા જ ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
જો કે બાદમાં ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની ધમાકેદાર ઈનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 204 રનનો સ્કોર ખડકી દીધો. એબીડીએ 34 બોલમાં અણનમ 76 રન ફટકાર્યા હતા. તેમની પહેલાં ગ્લેન મેક્સવેલે મુશ્કેલ સમયમાં આવી ઈનિંગ સંભાળી હતી અને તેમણે આઉટ થતા પહેલાં 49 બોલ પર 78 રન બનાવ્યા. ખાસ વાત એ છે કે એબીડી અને મેક્સવેલ બંનેએ 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા.
અહીં જુઓ રાહુલ ત્રિપાઠીએ લપક્યો શાનદાર કેચ
What A Catch by Rahul Tripathi! pic.twitter.com/PqwvMxDjbD
— Abhi (@MSDianAbhiiii) April 18, 2021












Click it and Unblock the Notifications
