રાશિદ ખાને જણાવ્યુ કોણ હશે ભારતનો નવો T20 કેપ્ટન? જાણો કોનુ લીધુ નામ
ભારતીય ક્રિકેટ ટીમમાં ફરી એકવાર કેપ્ટનશીપને લઈને હોબાળો થયો છે. ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાની સાથે જ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની ટી20 કેપ્ટનની વકીલાત પૂરજોશમાં ચાલી રહી છે. ઘણા ક્રિકેટ દિગ્ગજો પંડ્યાને આગામ
ભારતીય ક્રિકેટ ટીમમાં ફરી એકવાર કેપ્ટનશીપને લઈને હોબાળો થયો છે. ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાની સાથે જ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની ટી20 કેપ્ટનની વકીલાત પૂરજોશમાં ચાલી રહી છે. ઘણા ક્રિકેટ દિગ્ગજો પંડ્યાને આગામી ટી20 કેપ્ટન તરીકે જોવા માંગે છે. પંડ્યાએ હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી જીતાવવાનુ કામ કર્યું હતું.

હાર્દિકે ગુજરાતને બનાવ્યુ ચેમ્પિયન
ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં હાર્દિક પંડ્યાનો મોટો ફાળો હતો. તેણે પોતાની ટીમ વતી બેટ વડે રન બનાવવાનું ચાલુ રાખ્યું. જેના કારણે ટીમ પ્રારંભિક મેચો સરળતાથી જીતવામાં સફળ રહી હતી. અફઘાનિસ્તાન અને ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાને તેના IPL કેપ્ટન હાર્દિક પંડ્યા વિશે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

ભારતની કપ્તાની માટે હાર્દિક એકદમ ફીટ
રાશિદ ખાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનવાનો હકદાર ગણાવ્યો હતો. ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા રાશિદે કહ્યું કે પંડ્યા એક શાનદાર ખેલાડી છે. મને લાગે છે કે તે ભારતીય ટીમનો T20 કેપ્ટન બનવા લાયક છે. જો હાર્દિક પંડ્યાને ભારતના T20 કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવે તો મને ખુશી થશે. IPLમાં તેની સાથે મારી અદ્ભુત સફર રહી, તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટીમના ખેલાડીઓને સારી રીતે સંભાળ્યા હતા.

પંડ્યા થશે બેસ્ટ કેપ્ટન
વર્ષ 2022 T20 વર્લ્ડ કપમાં ભારત ફરી એકવાર પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યું. આ પછી વર્ષ 2024માં ભારતીય ટીમની કમાન કોણ સંભાળશે? આ અંગે ઘણી વાતો થઈ રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના દિગ્ગજો માને છે કે હાર્દિક પંડ્યા ટીમ માટે વધુ સારો કેપ્ટન સાબિત થઈ શકે છે. રાશિદ ખાને પણ સંમતિ આપી અને કહ્યું કે હાલમાં ભારતીય ટીમમાં પંડ્યાથી સારો T20 કેપ્ટન કોઈ નથી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
