ICC T20 વર્લ્ડ કપ સુધી રવિ શાસ્ત્રી જ રહેશે ભારતીય ટીમના હેડ કોચ

ICC T20 વર્લ્ડ કપ સુધી રવિ શાસ્ત્રી જ રહેશે ભારતીય ટીમના હેડ કોચ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ફરી એકવાર રવિ શાસ્ત્રી બની ગયા છે. શાસ્ત્રી આ પદ માટે પહેલેથી જ દાવેદાર હા. કપિલ દેવની અધ્યક્ષતા વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ શાસ્ત્રીને ફરીથી ટીમના કોચ ચૂંટવાનો ફેસલો લીધો છે. શાસ્ત્રીએ ટૉમ મૂડી અને માઈક હેસનને ટક્કર આપી. 2017માં સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની પસંદગી સમિતિ દ્વારા શાસ્ત્રીને ચૂંટવામાં આવ્યો હતો. જે બાદથી જ અત્યાર સુધી શાસ્ત્રી અને ટીમ ઈન્ડિયાએ લાંબો સફર ખેડ્યો. તેમને કેપ્ટન કોહલી સહિત ટીમના અન્ય સભ્યોનો પણ ભરોસો હાંસલ કર્યો.

ravi shastri

શાસ્ત્રીની દેખરેખમાં ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ભારતે ઓસ્ટ્રેલિયાની તેમની જ ધરતી પર હરાવી આવી પહેલી એશિયા ટીમ હોવાનું ગર્વ હાંસલ કર્યું. આ જીત વર્ષ 2018-19ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મળી હતી. આ સીરીઝમાં ભારતે કંગારુઓને 2-1થી હરાવી હતી. આ ઐતિહાસિક સીરીઝ જીત શાસ્ત્રીને કોચિંગ કરિયર માટે સૌથી મોટી જીત માનવામાં આવી શકે છે. જો કે શાસ્ત્રીના કાર્યકાળમાં જ ભારતને ઈંગ્લેન્ડની ધરતી પર 1-4થી હાર ઝેલવું પડે છે. આ પ્રવાસ પર સીરીઝ હાર બાદ પણ શાસ્ત્રીએ કહ્યું હતું કે આ 15-20 વર્ષમાં કોઈ વિદેશી પ્રવાસ પર જનાર સર્વશ્રેષ્ઠ ભારતીય ટીમ છે. શાસ્ત્રીના આ નિવેદનની ભારે આલોચના થઈ હતી. આ નિવેદનને પગલે શાસ્ત્રીની ઈમેજ રાતોરાત ખરાબ થઈ.

જ્યારે ઓડીઆઈ ક્રિકેટની વાત કરીએ તો ભારતે શાસ્ત્રીના કાર્યકાળમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂજીલેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રીકાને હરાવ્યા પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાને માત મળી. ઈંગ્લેન્ડના થકાવનાર પ્વાસ બાદ ટીમ ઈન્ડિયાએ ફરીથી કોહલી વિના એશિયા કપ પણ જીત્યો. ભારતનું આ ફોર્મ પાછલા વર્ષે વેસ્ટ ઈન્ડીઝ અને બાદમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પણ ચાલુ રહી. હજુ પણ ભારતે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ઓડીઆઈ સીરીઝ જીતી લીધી છે. પરંતુ દ્વિપક્ષીય સીરીઝની આ સુંદર કહની વિશ્વ કપ જેવા મોટા ટૂર્નામેન્ટમાં પુનરાવર્તિત ન થઈ અને વર્લ્ડ કપ જીતવાના પ્રબળ દાવેદાર ભારત સેમીફાઈનલમાં જ હારી ગયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X