Ravichandran Ashwin Record : ઓસ્ટ્રેલિયા સામે ચાલ્યો અશ્વિનનો જાદુ, તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ
Ravichandran Ashwin Record: ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રવિચંદ્રન અશ્વિનનો જાદુ વિખેરાયો હતો. આર અશ્વિનની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે બેટ્સમેન ઘુંટણીએ જોવા મળ્યા હતા. સમગ્ર ઓસ્ટ્રેલિયાની આખઈ ટીમ 217 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ભારતીય ઓફ-સ્પિનરે તેના સ્પેલમાં 41 રન ખર્ચીને ત્રણ વિકેટ લીધી, જેમાં ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેનની મોટી વિકેટ પણ સામેલ છે. પોતાના શાનદાર પ્રદર્શનથી અશ્વિને અનિલ કુંબલેના મોટા રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.

અશ્વિનના નામે મોટો રેકોર્ડ - રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં બોલ સાથે જોરદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિનના ફરતા બોલ પર કાંગારૂ બેટ્સમેનો સંપૂર્ણ રીતે નાચતા જોવા મળ્યા હતા. અશ્વિને એક જ ઓવરમાં ડેવિડ વોર્નર અને જોશ ઈંગ્લિસની ઈનિંગ્સનો અંત લાવ્યો હતો.
વોર્નર-ઈંગ્લિસની સાથે, અશ્વિન ફરી એકવાર માર્નસ લાબુશેનનો શિકાર કરવામાં સફળ રહ્યો હતો. અશ્વિને તેની 7 ઓવરના સ્પેલમાં 41 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
બીજી ODIમાં ત્રણ વિકેટ સાથે અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે ODI ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની ગયો છે.
અશ્વિને આ મામલે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. કુંબલેએ કાંગારૂ ટીમ સામે કુલ 142 વિકેટ લીધી હતી. આ સાથે જ અશ્વિને હવે 144 વિકેટ પોતાના નામે કરી લીધી છે. અશ્વિન એક ટીમ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની ગયો છે.
કાંગારૂ બેટિંગ ઓર્ડર પત્તાની જેમ વેરવિખેરાયો - વરસાદથી પ્રભાવિત મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનું પ્રદર્શન ફરી એકવાર ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.
મેથ્યુ શોર્ટ અને સ્ટીવ સ્મિથને ક્રિષ્નાએ સતત બે બોલ પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સ્મિથ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આવા સમયે, માર્નસ લાબુશેન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો ન હતો.
આ સાથે જ જોશ ઈંગ્લિસ, કેમરોન ગ્રીન અને એલેક્સ કેરી પણ બેટથી રંગ લાવી શક્યા ન હતા. ડેવિડ વોર્નરે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેની ઇનિંગ્સનો પણ 14મી ઓવરમાં અશ્વિને અંત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 217 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
