Ravichandran Ashwin Record: રવિચંદ્રન અશ્વિને રચ્યો ઇતિહાસ, આવું કરનારો પહેલો બોલર બન્યો
Ravichandran Ashwin Record: ભારતીય ટીમના સ્ટાર સ્પિન બોલર રવિન્દ્ર અશ્વિને ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં એક મોટો કિર્તિમાન રચ્યો છે. રાંચીમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં આર અશ્વિને એક વિકેટ લીધી હતી, આ સાથે તેણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં 100 વિકેટ લેવાવાળો આર અશ્વિન પહેલો ભારતીય બોલર બની ગયો છે. તેમના પહેલા આજ સુધી કોઇ ભારતીય બોલર આવું કરી શક્યો નથી.
આર અશ્વિને રાંચી ટેસ્ટમાં 1 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો - રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને એક વિકેટ લઈને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન 145 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આ સાથે જ આર અશ્વિન એકંદર યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર IND બોલરો
1. આર અશ્વિન- 23 મેચમાં 100 વિકેટ*
2. ભાગવત ચંદ્રશેખર - 23 મેચમાં 95 વિકેટ
3. અનિલ કુંબલે- 19 મેચમાં 92 વિકેટ
4. બિશન સિંહ બેદી- 22 મેચમાં 85 વિકેટ
5. કપિલ દેવ- 27 મેચમાં 85 વિકેટ
આર અશ્વિને જોની બેયરસ્ટોને પોતાનો શિકાર બનાવ્યો - આર અશ્વિને ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 22મી ઓવરના બીજા બોલ પર જોની બેયરસ્ટોને પોતાનો શિકાર બનાવ્યો હતો. અશ્વિને બેયરસ્ટોને LBW આઉટ કર્યો હતો. આ દરમિયાન જોનીએ 35 બોલનો સામનો કર્યો હતો અને 38 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી.
લંચ બ્રેક સુધી ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયનમાં પરત ફરી - રાંચીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. નવોદિત આકાશ દીપે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 10 બોલમાં 3 વિકેટ ઝડપી છે.
તેણે જેક ક્રાઉલી, બેન ડકેટ અને ઓલી પોલને પોતાનો શિકાર બનાવ્યો. આ પછી જોની બેયરસ્ટો અને જો રૂટે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોની શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ અશ્વિને તેને આઉટ કરીને ભારતને સફળતા અપાવી હતી. આ પછી રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન બેન સ્ટોક્સને LBW આઉટ કર્યો હતો. આ રીતે લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડે 5 વિકેટના નુકસાન પર 112 રન બનાવી લીધા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
