બોલ્ડ અને બ્યુટીફૂલ છે RCB ઓલરાઉન્ડર વિલ જેક્સની ગર્લફ્રેન્ડ, ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના છેલ્લા મુકાબલામાં ધમાકેદાર બેટિંગ કરી અને આસાન જીત મેળવી લીધી. આ જીતમાં વિલ જેક્સની સદીએ મોટો ફાળો આપ્યો.
વિલ જેક્સના બેટથી છક્કાનો વરસાદ થયો. વિલ જેક્સે શાનદાર શોટ્સ રમતા 41 બોલમાં 100 રન ફટકાર્યા. જેક્સની બેટિંગ બાદ હવે તેની ખૂબસૂરત ગર્લફ્રેન્ડ વિશે ખુબ ચર્ચા થઈ રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઓલરાઉન્ડર વિલ જેક્સ સદી ફટકારીને ચર્ચામાં છે. વિલ જેક્સની બેટિંગ જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે ત્યારે તેની ગર્લફ્રેન્ડ પણ ચર્ચામાં આવી છે. વિલ જેક્સની ગર્લફ્રેન્ડનું નામ અન્ના બ્રુમવેલ છે. 24 વર્ષની અન્ના બ્રુમવેલ લંડનમાં રહે છે અને અભ્યાસ કરે છે.
અભ્યાસની સાથે તે લોકોની મદદ કરવામાં પણ ખૂબ આગળ છે. તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે એનજીઓમાં કામ કરે છે. આ સાથે તે બાળકોના શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે.
તેણી જે એનજીઓમાં કામ કરે છે તેનો ઉદ્દેશ્ય બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય તે NGOનો ઉદ્દેશ્ય ગરીબ લોકોને મદદ કરવાનો પણ છે.
અન્ના બ્રુમવેલ પોતે પણ સમાન વિચાર ધરાવે છે, તેથી જ તેણે આ એનજીઓમાં કામ કરવાનું નક્કી કર્યું. આ સિવાય તેને ફરવાનો પણ ઘણો શોખ છે.
તેણીએ વિશ્વના ઘણા દેશોની મુલાકાત લીધી છે. જ્યાં તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે તસવીર પણ શેર કરી છે. વિલ જેક્સની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ હાલમાં આઈપીએલ માટે ભારતમાં હાજર છે.
વિલ જેક્સની ગર્લફ્રેન્ડે બેંગલુરુમાં ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી. આ સિવાય તેણે માટીના વાસણો પણ બનાવ્યા હતા. આ સિવાય તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ દરમિયાન પણ સ્ટેડિયમમાં જોવા મળી છે.












Click it and Unblock the Notifications
