Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RCB vs KKR: ડ્રીમ ઈલેવનમાં આ ખેલાડીઓ પર આજે લગાવી શકો દાવ

RCB vs KKR: ડ્રીમ ઈલેવનમાં આ ખેલાડીઓ પર આજે લગાવી શકો દાવ

આઈપીએલની 14મી સિઝનમાં આજે રવિવારે ડબલ હેડર મુકાબલો રમાનાર છે. દિવસનો પહેલો મુકાબલો બપોરે સાડા ત્રણ વાગ્યે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઈયોન મોર્ગનની કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. મુકાબલો ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બેંગ્લોર ટીમ સિઝનમાં અત્યાર સુધી પોતાના બંને મુકાબલા જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

RCB

મોર્ગન આઈપીએલની પોતાની ટીમ કેકેઆરને ફરીથી પાટા પર લાવવા માટે ઉત્સુક હશે. કોલકાતાએ ચેન્નઈના આ મેદાન પર સનરાઈઝર્સને 10 રન હરાવી સિઝનમાં જીતનું ખાતું ખોલ્યું હતું પરંતુ આગલા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર ચાંખવી પડી હતી. કેકેઆર માટે આંદ્રે રસેલ ચિંતા બન્યા છે. તેમમે સિઝનની 2 મેચમાં 6 વિકેટ તો ચટકાવી છે પરંતુ બેટથી પ્રભાવિત નથી કરી શક્યા. દિનેશ કાર્તિક પણ વચલી ઓવરમાં રનની જરૂરત હતી ત્યારે દબાણમાં જોવા મળ્યા છે.

આરસીબીને મળી ગુડ ન્યૂઝ

બીજી તરફ આરસીબીમાં કેપ્ટન વિરાટ કોહલી, ધુરંધર એબી ડિવિલિયર્સ અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સામેલ છે જેઓ ગમે ત્યારે પરિણામ બદલવાની કાબિલિયત રાખે છે. કેકેઆર વિરુદ્ધ મેદાન પર ઉતરતાં પહેલાં આરસીબીને ગૂડ ન્યૂઝ મળી છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ ટીમ સાથે જોડાઈ ગયા છે. તેઓ પાછલા દિવસો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનાર પહેલા ડબલ હેડર મુકાબલાની આ Dream 11 ટીમ હોય શકે.

Dream 11 Team Prediction

કેપ્ટનઃ વિરાટ કોહલી
વાઈસ કેપ્ટનઃ એબી ડિવિલિયર્સ
બેટ્સમેનઃ કોહલી, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ, નીતિશ રાણા
ઑલરાઉન્ડર્સઃ આંદ્રે રસેલ, ગ્લેન મેક્સવેલ
બોલરઃ શાહબાજ અહમદ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી, કાઈલ જેમીસન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X